1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાની રસી અસલી છે કે નકલી તે અંગે કેન્દ્ર સરકારે જાહેર કર્યા ધારાધોરણો
કોરોનાની રસી અસલી છે કે નકલી તે અંગે કેન્દ્ર સરકારે જાહેર કર્યા ધારાધોરણો

કોરોનાની રસી અસલી છે કે નકલી તે અંગે કેન્દ્ર સરકારે જાહેર કર્યા ધારાધોરણો

0
Social Share

દિલ્હીઃ કોરોના સામે ભારત સહિત દુનિયાના તમામ દેશો લડત લડી રહ્યાં છે. તેમજ મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન અંતરરાષ્ટ્રીય બજારમાં બોગસ રસી આવી હોવાનો ખુલાસો થયો છે. તાજેતરમાં જ દક્ષિણપૂર્વી એશિયા અને આફ્રિકામાં નકલી કોવિશીલ્ડ મળી આવી હતી. જે બાદ વિશ્વ આરોગ્ય સંગઠનએ નકલી રસીને સાવધાન કર્યાં છે. હવે કેન્દ્ર સરકારે રાજ્યોને કેટલાક માનક આપ્યાં છે. જેના આધારે ખબર પડશે કે આપને આપવામાં આવતી રસી અસલી છે કે નકલી.

કેન્દ્ર સરકારે આ મુદ્દે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ચિઠ્ઠીમાં રાજ્યો કોવેક્સીન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક-વી રસીને લઈને જાણકારી આપી છે. જેથી ખ્યાલ આવી શકે કે રસી નકલી તો નથીને. હાલ દેશમાં આ ત્રણેય રસી લોકોને આપવામાં આવે છે.

  • કોવિશીલ્ડ

એસઆઈઆઈનું પ્રોડક્ટ લેબલ, લેબલનો રંગ ઘાટો લીલો

બ્રાન્ડનું નામ ટ્રેડમાર્ક સાથે (COVISHIELD)

જેનરિક નામનું ટેક્સ્ટ ફોલ્ટ બોલ્ડ અક્ષરોમાં નહીં હોય

તેની ઉપર CGS NOT FOR SALE ઓવરપ્રિંટ હશે

  • કોવેક્સીન

લેબલ ઉપર ના દેખાય યુવી હેલિક્સ, જે માત્ર યુવી લાઈટથી જ જોઈ શકાય છે.

લેબલ ક્લેમ ડોટ્સની વચ્ચે નાના અક્ષરોમાં છુપાયેલા ટેક્સ્ટ, જેમાં COVAXIN લખ્યું છે.

કોવેક્સિનમાં એક્સ બે રંગમાં છે અને ગ્રીન ફોયલ ઇફેક્ટ કહેવાય છે

  • સ્પૂતનિક-વી

આ રસી રૂસથી બે અલગ પ્લાન્ટો પરથી આયાત કરવામાં આવે છે. જેથી બંનેના લેબલ છોડા અલગ-અલગ છે. જો કે, તમામ માહિતી અને ડિઝાઈન એક સમાન છે. માત્ર મેન્યુફેક્ચરરનું નામ અલગ છે.

અત્યાર સુધી જેટલી પણ રસીની આયાત કરાઈ છે તેમાં માત્ર 5 એમપૂલના પેકેટ ઉપર અંગ્રેજીમાં લેબલ લખ્યું છે. આ ઉપરાંત બાકીના પેકેટ ઉપર રૂસીમાં લખ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code