1. Home
  2. ગુજરાતી
  3. કોણ છે સોમાલિયા નજીકથી 15 ભારતીયોને ચાંચિયાઓની ચંગુલમાંથી બચાવનારા માર્કોસ કમાન્ડો? ખાલી ગર્જનાથી કાંપી જાય છે દુશ્મનના દિલ
કોણ છે સોમાલિયા નજીકથી 15 ભારતીયોને ચાંચિયાઓની ચંગુલમાંથી બચાવનારા માર્કોસ કમાન્ડો? ખાલી ગર્જનાથી કાંપી જાય છે દુશ્મનના દિલ

કોણ છે સોમાલિયા નજીકથી 15 ભારતીયોને ચાંચિયાઓની ચંગુલમાંથી બચાવનારા માર્કોસ કમાન્ડો? ખાલી ગર્જનાથી કાંપી જાય છે દુશ્મનના દિલ

0
Social Share

નવી દિલ્હી: ભારતીય નૌસેનાના વિશિષ્ટ સમુદ્રી કમાન્ડો માર્કોસે ઉત્તર અરબી સમુદ્રમમાં લાઈબેરિયાના ધ્વજવાળા વાણિજ્યિક જહાજના અપરહરણના પ્રયાસ પર કાર્યવાહી કરી છે. શુક્રવારે માર્કોસે 15 ભારતીયો સહીત ચાલકદળના તમામ 21 સદસ્યોને રેસ્ક્યૂ કરી લીધા છે.

પાંચ-છ હથિયારબંધ લોકોએ એમવી લીલા નોરપોક જહાજનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. તેના પછી નૌસેનાએ મદદ માટે એક યુદ્ધજહાજ, સમુદ્રી પેટ્રોલિંગ વિવમાન, હેલિકોપ્ટર અને પી-8આઈ અને લાંબા અંતરના વિમાન અને પ્રીડેટર એમક્યૂ-9બી ડ્રોનની તહેનાતી કરી.

નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેગ મધવાલે કહ્યુ છે કે જહાજ પર સવાર 15 ભારતીયો સહીત ચાલકદળના તમામ 21 સદસ્યોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે માર્કોસ કમાન્ડોએ જહાજની તપાસ કરી અને વધુ પુષ્ટિ કરી કે ત્યાં કોઈ અપહરણકર્તા નથી. ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ અને પેટ્રોલિંગ વિમાનની ચેતવણી બાદ ચાંચિયા જહાજ છોડીને ભાગી ગયા.મધવાલે કહ્યુ છે કે મિશનમાં તહેનાત યુદ્ધજહાજ પર રહેલા ભારતીય નૌસેનાના માર્કોસ કમાન્ડો વાણિજ્યિક જહાજ પર પહોંચ્યા અને બચાવ અભિયાનને પાર પાડયું.

કોણ હોય છે માર્કોસ?

સેનાના મરીન કમાન્ડો યૂનિટને માર્કોસ કહેવામાં આવે છે. આ યૂનિટનું સત્તાવાર નામ મરીન કમાન્ડો ફોર્સ છે. માર્કોસ કમાન્ડોને પાણીમાં મોતને મ્હાત આપવાની મહારથ છે. આ લોકોને સમુદ્રના સિકંદર પણ કહેવામાં આવે છે. આ કમાન્ડોને પાણીમાં પોતાના ઓપરેશનને અંજામ આપવા માટે તૈયાર કરવામાં આવે છે. માર્કોસ કમાન્ડોને હોસ્ટેજ રેસ્ક્યૂ, અનકન્વેન્શનલ વોરફેર, પર્સનલ રિકવરી જેવી ઘણી મુહિમમાં સામેલ કરાયા છે.

માર્કોસ કમાન્ડો યૂનિટની ક્યારે થઈ હતી સ્થાપના?

માર્કોસ કમાન્ડો એટલે કે મરીન કમાન્ડો ફોર્સની રચના ફેબ્રુઆરી 1987ના રોજ કરવામાં આવી હતી. તે સમયે આતંકવાદી હુમલા અને ચાંચિયાઓના આંતંકમાં ઝડપથી વધારો થવા લાગ્યો હતો. તેના પછી સ્પેશયલ ફોર્સની જરૂરત મહેસૂસ થવા લાગી અને તે વિચારની સાથે 1986માં આ યૂનિટે આકાર લેવાનું શરૂ કર્યું. જો કે 1991માં તેનું નામ મરીન કમાન્ડો ફોર્સ કરવામાં આવ્યું. આ કમાન્ડો જળ, થલ અને નભ એમ તમામ સ્થાનો પર દુશ્મનને મ્હાત આપવા માટે સક્ષમ છે.

આ યૂનિટને ધીરેધીરે અનુભવ અને વ્યાવસાયિકતા માટે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી છે. માર્કોસ નિયમિતપણે ઝેલ નદી અને વૂલર ઝીલમાં ઓપરેટ કરે છે. તેના દ્વારા માર્કોસ જમ્મુ-કાશ્મીરમાં વિશેષ સમુદ્રી અને આતંકવાદ વિરોધી અભિયાન ચલાવે છે. માર્કોસ દરેક પ્રકારના મિશન માટે તૈયાર રહે છે અને તેને પોતાના મિશન માટે ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે.

અગ્નિપરીક્ષાથી કમ નથી માર્કોસ કમાન્ડોની ટ્રેનિંગ

હા 1200 માર્કોસ કમાન્ડો છે. માર્કોસ કમાન્ડો જેટલા મજબૂત હોય છે, તેટલી જ તેમની ટ્રેનિંગ પણ કઠિન હોય છે. તેમની ટ્રેનિંગની કઠિનતાનો સામાન્ય વ્યક્તિ અંદાજ પણ લગાવી શકતો નથી. માર્કોસ માટે પસંદ કરાયેલા સૈનિકોની ટ્રેનિંગ ત્રણ વર્ષ માટે હોય છે, તેમાં હજારો સૈનિકોમાંથી ઝૂઝ સૈનિકોને ટ્રેનિંગ માટે આગળ મોકલવામાં આવે છે.

સૈનિકોની ત્રણ વર્ષની કઠિન ટ્રેનિંગ દરમિયાન તેમને 24 કલાકમાંથી માત્ર 4થી 5 કલાક જ સુવાનો સમય મળે છે. વહેલી સવારથી તેમની ટ્રેનિંગ શરૂ થઈ જાય છે, જે મોડી સાંજ અને ઘણીવાર રાત્રિ સુધી ચાલતી રહે છે. દરેક પરિસ્થિતિમાં સૈનિકોએ પોતાની ટ્રેનિંગને પૂર્ણ કરવાની હોય છે.

માર્કોસને માત્ર પાણીમાં જ નહીં, પરંતુ દરેક પ્રકારના વાતાવરણમાં પ્રશિક્ષિત કરવામાં આવે છે. ભારતમાં રાજસ્થાન, તવાંગ, સોનમર્ગ અને મિઝોરમ જેવા અલગ-અલગ ક્ષેત્રોમાં તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી આ કોઈપણ પ્રકારના ઓપરેશનને પાર પાડી શકે. તેમને માત્ર ઈન્ડિયન નેવી જ નહીં, પરંતુ બ્રિટિશ અને અમેરિકાની નેવીના ટ્રેનરો પાસેથી પણ ટ્રેનિંગ અપાવાય છે.આ ટીમમાં મોટાભાગે 20થી 22 વર્ષના સૈનિકોને જ લેવામાં આવતા હોય છે.

ટ્રેનિંગ વચ્ચે તૂટી જાય છે હિંમત

ઘણાં મીટરની ઊંચાઈ પરથી કૂદવા, ઊંડા પાણીમાં લાંબો સમય સુધી ટકવા, કીચડમાં ઘણાં મીટર સુધી દોડવું, આ બધું ટ્રેનિંગનો હિસ્સ છે. સામાન્ય શબ્દોમાં આ ટ્રેનિંગ એટલી કઠિન હોય છે કે કેટલાક યુવકો તો અડધામાં જ તેને છોડીને ચાલ્યા જાય છે. આ તમામ પડાવોને પાર કરનારા સૈનિકોને આગળની ટ્રેનિંગ માટે અમેરિકામાં નેવી સીલની સાથે તાલીમ આપવામાં આવે છે. આ બધી પ્રક્રિયા બાદ માર્કોસ કમાન્ડ તૈયાર થાય છે.

માર્કોસ કમાન્ડોનું ઓપરેશન્સમાં યોગદાન

1987થી અત્યાર સુધી માર્કોસે ઘણાં મોટા ઓપરેશન્સમાં યોગદાન આપ્યું છે અને તેમણે આ ઓપરેસનમાં બેહદ મહત્વની ભૂમિકા નિભાવી છે. પહેલીવાર માર્કોસની તહેનાતી 1990ના દશકમાં વુલર ઝીલમાં કરવામાં આવી હતી. 1987ના ઓપરેશન પવનમાં માર્કોસ કમાન્ડોએ જ સફળતા અપાવી હતી. તેના પછી 1988માં ઓપરેશન કેક્ટસ, 1991માં ઓરેશન તાશા, 1992માં ઓપરેશન જબરદસ્ત, 1999માં કારગીલ વૉર, 2008માં ઓપરેશન બ્લેક ટોરનેડો નાડો અને 2015માં ઓપરેશન રાહત સહીત સ્પેશયલ કમાન્ડો ફોર્સે ઘણાં મોટા ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code