Site icon Revoi.in

કફ સિરપ પ્રકરણમાં હોલસેલ અને મેડિકલ સ્ટોરના કેમિસ્ટને બનાવાયા સહઆરોપી

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં દૂષિત કફ સિરપ મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ પ્રકરણમાં લગભગ 25 બાળકોના મોત થયાં છે. બીજી તરફ તપાસનીશ એજન્સી દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાન પોલીસે આ પ્રરકણમાં હોલસેલર ન્યૂ અપના ફાર્માના સંચાલક રાજેશ સોની અને પરાસિયા સ્થિત અપના મેડિકલના કેમિસ્ટ સૌરભ જૈનને સહઆરોપી બનાવ્યાં છે. ડ્રગ્સ વિભાગની તપાસનો રિપોર્ટ આવ્યો છે, જે અનુસાર કફ સિરપના વેચાણનો રેકોર્ડ છુપાવવાની સાથે બચેલી બોટલો પણ તપાસ ટીમને સોંપવામાં આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર આમ બંને આરોપીઓએ પુરાવા મિટાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

એસપી અજય પાંડેએ જણાવ્યું હતું કે, ડ્રગ વિભાગે તપાસ રિપોર્ટ સોંપી છે. રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, જૂના પાવર હાઉસ સ્થિત ન્યૂ અપના ફાર્માના સંચાલક રાજેશ સોનીએ તપાસ દરમિયાન સિરપના વેચાણની વિગત રાખી ન હતી એટલું જ બચેલી બોટલો જપ્ત કરાવી ન હતી. એટલું જ નહીં ડો. પ્રવીણ સોનીના ક્લિનિક પાસે આપેલા મેડિકલ સ્ટોરના ફાર્માસિસ્ટ સૌરભ જૈને પણ તપાસ ટીમને સહયોગ આપ્યો નતી. જાણી જોઈને તેમને પ્રતિબંધિત સિરપની બોટલો તપાસ ટીમને સોંપી ન હતી. જેથી તેમણે 21 બાળકોના મોતના મામલે સહઆરોપી બનાવવામાં આવ્યાં છે. રાજેશ સોની આ પ્રકરણના મુખ્ય આરોપી ડો. પ્રવીણ સોનીનો ભત્રીજો છે. પોલીસે બંનેની અટકાયત કરીને આગવી ઢબે પૂછપરછ આરંભી છે. બીજી તરફ સિરપ બનાવતી કંપનીના માલિકને લઈને તપાસનીસ એજન્સની ટીમ ચેન્નાઈ પહોંચી હતી.