કળશની ઉપર નારિયેળ શા માટે રાખવામાં આવે છે, જાણો તેનું શું છે ખાસ મહત્વ
- જાણો કળશ પર નારિયેળ રાખવાનું મહત્વ
- કળશ પર નારિયેળ વગર શુભ કાર્ય અઘુરા છે
કોઈ પણ ઘ્રામિક કાર્યમાં આપણે તાંબાના કળશમાં નારિયેળ રાખીએ છે,આશોપાલવના પાનથી તેને સજાવીએ છીએ પમ શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે કળશમાં શા માટે નારિયેળ રાખવામાં આવે છે, નારિયેળ શુભ છે એ વાત તો સાચી જ છે પ મતેના સાથે જોડાયેલા કેટલાક બીજા કારણો પણ જાણીએ.
પૂજા અનુષ્ઠાન, ગૃહપ્રવેશ જેવા ધાર્મિક કાર્યોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. આ શુભ પ્રસંગો પર કળશ સ્થાપના કરવામાં આવે છે અને નારિયેળ કળશની ટોચ પર અવશ્ય રાખવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રીના અવસરે કળશની સ્થાપનાનું મહત્વ વધુ વધી જાય છે
. નવરાત્રિ દરમિયાન તમામ ઘરોમાં કલશની સ્થાપના કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં કળશની સ્થાપના ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં કલશને સુખ, સમૃદ્ધિ અને શુભ કાર્યનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ નારિયેળ વિના કલશની સ્થાપના અધૂરી છે.
કળશમાં નારિયેળ રાખવાનું મહત્વ ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નારિયેળમાં ત્રિદેવોનો પણ વાસ હોય છે. કળશ પર નારિયેળ ચઢાવવાથી શુભ કાર્યમાં ત્રિદેવોની કૃપા પ્રાપ્ત થાય છે અને કાર્યો કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે
. નારિયેળને લાલ કપડામાં લપેટીને કાચા કપાસ અથવા કાલવથી બાંધીને કળશની ટોચ પર રાખવું જોઈએ. આ નિયમ સાથે કળશ પર નારિયેળ રાખો “અધો મુખમ શત્રુ વિવર્ધનાય, ઉર્ધ્વસ્ય વસ્ત્રમ બહુરોગ વૃધ્ધાય. પ્રાચીમુખમ વિત વિનિશનાય, તસ્તમત શુભમ સંમુખ નારીલેંશ.” આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે કળશમાં નારિયેળ કેવી રીતે રાખવું જોઈએ.
આ પ્રમાણે કળશની સ્થાપનામાં નારિયેળ રાખતી વખતે ધ્યાન રાખો કે નારિયેળનું મુખ પૂજા કરનાર વ્યક્તિ તરફ હોવું જોઈએ. જે બાજુ નાળિયેર ઝાડની ડાળી સાથે જોડાયેલ હોય તે બાજુ તેનું મુખ હોવું જોઈએ. નારિયેળને ક્યારેય નીચેની તરફ ન રાખવું જોઈએ. કળશ પર નારિયેળ ચડાવીને નિયમ અને યોગ્ય નિયમો દ્વારા અને કળશની સ્થાપના કરવાથી જ પૂજા સફળ થાય છે.