 
                                    શરીરના કેટલાક અંગોનું હાઈજીન કેમ જરૂરી છે? જાણો…
મહિલાઓની હેલ્થ માટે બ્રેસ્ટ હાઈજીન ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્રેસ્ટની સરખી રીતે સફાઈ અને કાળજી ના લેવાથી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. જાણીએ બ્રેસ્ટ હાઈજીન કેમ જરૂરી છે અને તેને ન અપનાવવાથી કઈ બીમારીઓ થઈ શકે છે.
સંક્રમણનો ખતરો: બ્રેસ્ટને સરખી રીતે સાફ ના કરવાથી સંક્રમણનો ખતરો વધી જાય છે. પરસેવો અને ગંદકી જમા થવાથી બેક્ટેરિયા વધી શકે છે, જેના કારણે સ્કિનમાં જલન, ખંજવાળ અને ફોલ્લીઓ થાય છે.
ફંગલ ઇન્ફેક્શનઃ બ્રેસ્ટની નીચેની સ્કિનમાં નમી અને ગરમીના કારણે ફંગલ ઇન્ફેક્શન થઇ શકે છે. તેને ઇન્ટરટ્રિગો પણ કહેવામાં આવે છે. આ સ્થિતિ ખૂબ જ અસ્વસ્થ અને પીડાદાયક હોઈ શકે છે.
નિપલ ઈન્ફેક્શનઃ નિપ્પલને સરખી રીતે સાફ કરવામાં ના આવે તો ત્યા પણ ઈન્ફેક્શન થઈ શકે છે. આનાથી નિપલમાં દુખાવો, સોજો અને સ્રાવ થઈ શકે છે. ખાસ કરીને સ્તનપાન કરાવતી માતાઓ માટે આ સમસ્યા પરેશાન કરી શકે છે.
બ્રેસ્ટ કેન્સરનું જોખમ: બ્રેસ્ટ કેન્સરનો સીધો સંબંધ હાઈજીન સાથે નથી, પણ સરખી કાળજી અને બ્રેસ્ટની નિયમિત તપાસ શરુઆતી લક્ષણોને ઓળખવામાં મદદ કરે છે. સ્વચ્છતા અને સરખી કાળજી સાથે, તમે કોઈપણ અસાધારણતાને વહેલી તકે ઓળખી શકો છો અને સમયસર સારવાર મેળવી શકો છો.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

