
શ્રીલંકા પ્રવાસ માટે T20 ટીમના કેપ્ટન તરીકે સૂર્યકુમારની તરીકે કેમ પસંદગી કરાઈ, જાણો…
નવી દિલ્હીઃ શ્રીલંકા પ્રવાસ માટે ટી20 ફોર્મેટમાં ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સુકાની સોંપવામાં આવી છે. જ્યારે હાર્દિક પંડ્યાને સાઈડલાઈન કરાયો તેમ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. ટીમની પસંદગી અંગેની બેઠક 2 દિવસ સુધી ચાલી હતી અને બંને દિવસે ટીમની અનેક કલાકો સુધી ચર્ચા થઈ હતી. દરમિયાન ટીમની પસંદગીને લઈને જોરદાર ચર્ચા અને મતભેદ થયા હતા. ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે અને બંને દેશો વચ્ચે 7 ઓગસ્ટ સુધી 3 T20 અને 3 ODI મેચ રમાશે.
રિપોર્ટ અનુસાર, મીટિંગ બે દિવસ સુધી વિવિધ ચર્ચાઓ અને મતભેદો વચ્ચે ઘણા કલાકો સુધી ચાલી હતી. મીટિંગ દરમિયાન જ ઘણા ખેલાડીઓને કોલ કરવામાં આવ્યા હતા. ટીમના ભવિષ્યને લઈને લાંબા ગાળાની યોજનાઓ આ ખેલાડીઓ સાથે શેર કરવામાં આવી હતી. આ મીટીંગ અન્ય મીટીંગો કરતા એકદમ અલગ હતી, જેના પછી એ લગભગ નિશ્ચિત છે કે ટીમ મેનેજમેન્ટ હાલમાં ટી20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ જેવા યુવા ખેલાડીઓને ધ્યાનમાં રાખી રહ્યું છે
હાર્દિક પંડ્યાનો ઈજાનો રેકોર્ડ પસંદગી સમિતિ માટે મુશ્કેલીનું કારણ હતો. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિકની સતત ઈજાને કારણે કેપ્ટન્સીનો બોલ સૂર્યકુમાર યાદવના કોર્ટમાં પડ્યો છે. હાર્દિકને 2023 વર્લ્ડ કપ દરમિયાન તેના પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેણે આઈપીએલ 2024માં વાપસી કરી હતી. આ સિવાય હાર્દિકે અંગત કારણોસર ઓડીઆઈ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે, જેના કારણે પસંદગી સમિતિના સભ્યોમાં વધુ ખચકાટ પેદા થઈ શકે છે.
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેણે દક્ષિણ આફ્રિકામાં રમાયેલી T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. સૂર્યાએ ખુલ્લા મનથી ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને કહ્યું કે તેઓ દરેક તકનો લાભ લેવા તૈયાર રહે. ઘણા લોકોએ તેની કેપ્ટનશીપ સ્ટાઈલને રોહિત શર્મા સાથે જોડવાનું શરૂ કરી દીધું છે. સૌથી સારી વાત એ છે કે ખેલાડીઓ પણ સૂર્યા સમક્ષ પોતાનો મત વ્યક્ત કરતા અચકાતા નથી. હાર્દિકની સરખામણીમાં, તેના મૈત્રીપૂર્ણ વર્તન અને અન્ય ખેલાડીઓ સાથેના સારા તાલમેલને કારણે તેને સુકાનીપદ મળવામાં ઘણું યોગદાન છે.