1. Home
  2. Agency
  3. News
  4. શું ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાશે? પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં હલચલ
શું ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાશે? પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં હલચલ

શું ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાશે? પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં હલચલ

0
Social Share

કોલકાતા/નવી દિલ્હી, 31 માર્ચ, 2026 – શું ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાશે? આ પ્રશ્ન આજે એકાએક રાજકીય વર્તુળોમાં ચર્ચાવા લાગ્યો છે અને તેને પગલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં હલચલ જોવા મળી રહી છે.

વાસ્તવમાં હજુ થોડા દિવસ પહેલાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની પશ્ચિમ બંગાળ મુલાકાત દરમિયાન લિએન્ડ પેસ સાથે તેમની મુલાકાત થઈ હતી. અહેવાલ મુજબ આ મુલાકાત દરમિયાન પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સૌમિક ભટ્ટાચાર્ય પણ હાજર હતા.

અગાઉ પણ અનેક ખેલાડીઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે

લિએન્ડર પેસ પહેલા પણ વિવિધ રમતોના અનેક ખેલાડીઓ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. આ ખેલાડીઓમાંથી કેટલાકે ચૂંટણી લડી, તો કેટલાક મંત્રી અને કેટલાક રાજ્યસભાના સાંસદ પણ બન્યા. વર્ષ 2024 માં રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા હતા. તેઓ ભાજપના સભ્ય છે પરંતુ અત્યારે તેમની પાસે કોઈ ચૂંટણીલક્ષી પદ નથી. શૂટિંગ પ્લેયર રાજ્યવર્ધન સિંહ રાઠોડે 2004 ની આસપાસ ભાજપ જોઈન કરી હતી. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. બેડમિન્ટન પ્લેયર સાયના નેહવાલે પણ વર્ષ 2020 માં ભાજપ જોઈન કરી હતી. તેઓ અત્યારે પક્ષના સભ્ય છે.

આ પણ વાંચોઃ એક જ ફોટા પર સેંકડો નકલી સિમ કાર્ડ ઇશ્યૂ કરતું નેટવર્ક ઝડપાયું

આ ઉપરાંત બબીતા ફોગાટ, કીર્તિ આઝાદ (હવે ટીએમસીમાં), ચેતન ચૌહાણ, કેદાર જાધવ, એસ. શ્રીસંત, કલ્યાણ ચૌબે, અરિંદમ ભટ્ટાચાર્ય અને વિજેન્દ્ર સિંહ પણ ભાજપનું સભ્યપદ લઈ ચૂક્યા છે. પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પણ પહેલા BJP માં હતા પરંતુ બાદમાં તેમણે પક્ષ છોડી દીધો હતો. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પહેલેથી જ ગુજરાતમાં BJP ના MLA છે.

રાજ્યવર્ધન સિંહ રાઠોડ કેન્દ્રીય મંત્રીના પદ સુધી પહોંચ્યા

અત્યાર સુધી ભાજપમાં સામેલ થઈને રાજકારણમાં સૌથી ઉચ્ચ પદ પર પહોંચનારા ખેલાડી રાજ્યવર્ધન સિંહ રાઠોડ રહ્યા છે. તેઓ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે.

લિએન્ડર પેસ જો ભાજપમાં સામેલ થાય તો પક્ષને શું ફાયદો થશે?

લિએન્ડર પેસ જો ભાજપમાં સામેલ થાય તો ભાજપને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે, કારણ કે લિએન્ડર પેસ કોલકાતા સાથે જોડાયેલા છે અને ત્યાં તેમની સારી ફેન ફોલોઈંગ છે. એટલે કે એક મોટા વોટ બેંકને આકર્ષી શકાય છે. આ ઉપરાંત જો પેસને ઉમેદવાર બનાવવામાં આવે તો અપર-મિડલ ક્લાસ અને શહેરી વોટ બેંક પર અસર પડશે. પેસને ભાજપમાં લાવવાથી યુવાનો પણ આકર્ષાશે અને રમતપ્રેમીઓ વચ્ચે સારો સંદેશ જશે. યુવાનોના મતદાનની ટકાવારી વધશે તો તેનો ભાજપને ફાયદો મળી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code