
શિયાળામાં આવતી લીલી હરદળ આરોગ્યનો છે ખજાનો – જાણો તેને ખાવાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે
- લીલી હળદરનું સેવન લોહી કરે છે શુદ્ધ
- રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો
શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી પુશ્કર પ્રમાણમાં આવતા હોય છે, અને ડોક્ટરો પણ લીલા શાક ખાવાની સલાહ આપે છે, એજ રીતે લીલી હરદળ જેને આપણે આંબા હરદળ તરીકે પમ ઓળખીએ છે જે શિયાળીની ઋતુમાં જ આવે છે,તેનું સેવન આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો કરે છે, આમ ચતો હરદળના ગુણો આપણે જાણતા જ છીએ,જે શઆકમાં સુકી હળદર નાખીએ છીએ તે આ લીલી હળદરને સુકવીને જ બનાવવામાં આવે છે, તો ચાલો જાણીએ લીલી હળદર ખાવાથઈ થતા લાભ
હળદરમાં રહેલ વિટામિન સી શરીરને પુરતુ પોષણ પુરુ પાડે છે. ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે,આ સાથે જ જ્યારે પણ કઈ વાગ્યું હોય અને ઊંડો ઘા થયો હોય ત્યારે લીલી હળદરનું સેવન ફાયદો કરે છે.ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે.
જાણો લીલી હળદરના ફાયદાઓ
મેદસ્વિતા પણું ઓછુ કરે છે
તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે.
એનિમિયા જેવા રોગથી બચી શકાય
કાચી હળદર ખાવાથી એનિમિયા જેવા રોગથી રક્ષણ મેળવી શકાય છે, લીલી હળદરમાં મળી રહેતું પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
સચહેરાની ચમક જાળવે છે
હળદરમાં રહેલું મુખ્ય તત્વ કરક્યુમિન છે, હળદર સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે છે અને રિંકલ્સને ઘટાડી એઇજિંગની પ્રક્રિયાને ધીમી પાડે છે. કેટલીક હદે એ સૂર્યથી થતા ડેમેજથી સ્કિનને રક્ષણ પૂરું પાડે છે.’
બ્લડ ક્લોટ થતા અટકાવે છે
લીલી હળદરમાં રહેલી એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી આર્થ્રાઈટિસ અને ઓસ્ટિઓપોરોસિસના ખતરાને દૂર કરે છે. લીલી હળદપ બ્લડ પ્યૂરીફાયબરનું પણ કામ કરે છે. આ શરીરમાં રહેલાં ટોક્સિન્સ પણ દૂર કરે છે અને બ્લડ ક્લોટ થતાં રોકે છે.
સુગરના દર્દીઓ માટે ગુણકારી
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લીલી હળદરનું સેવન બેસ્ટ છે. તે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.