1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રશિયાની કંપનીએ આપી મંજૂરી, સ્પુતનિક-વી વેક્સિનના 10 કરોડ ડોઝ દેશમાં જ બનશે 
રશિયાની કંપનીએ આપી મંજૂરી, સ્પુતનિક-વી વેક્સિનના 10 કરોડ ડોઝ દેશમાં જ બનશે 

રશિયાની કંપનીએ આપી મંજૂરી, સ્પુતનિક-વી વેક્સિનના 10 કરોડ ડોઝ દેશમાં જ બનશે 

0
Social Share
  • રશિયાની કંપનીએ વેક્સિન બનાવવાની આપી મંજૂરી
  • સ્પુતનિક-વી વેક્સિનના 10 કરોડ ડોઝ દેશમાં જ બનશે

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે,આવી સ્થિતિમાં વેક્સિન એક માત્ર ઉપાય જોવા મળી રહ્યો છે, હાલની સ્થિતમાં ભારતમાં રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપી બની રહ્યું છે. ત્યારે આ સાથે ભારતે રસીના નિકાસને અસ્થાયીરૂપે અટકાવ્યું છે.જેથી કરીને દેશના લોકોને પુરતા પ્રમાણમાં વેક્સિન મળી રહે.

રશિયન કંપની પૈનેસિયા બાયોટેકનું આ બાબતે કહવું છે કે, દર વર્ષે ભારતમાં સ્પુતનિક-વી વેક્સિનના 1 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. રશિયાના ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને પૈનેસિઆના સંયુક્તનિવેદન પ્રમાણે પૈનિસિયા બાયોટેકના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ પર સ્પુતનિક વીના ઉત્પાદનથી આરડીઆઈએફના આંતરરાષ્ટ્રીય ભાગીદારોને આ રસી સપ્લાય કરવામાં મદદ મળી રહેશે.

આરોગ્ય મંત્રાલયે તેની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એનઆઈટીઆઈ આયોગના સભ્ય ડો. વી.કે.પોલ એ કહ્યું હતું કે, દેશમાં હાલ કોરોનાની બીજી તરંગ  શરુ થઈ છે, જે પહેલા કરતા વધુ જોખમી બની રહી છે. કેન્દ્ર સરકારનું આ મામલે કેહવું છે કે આવનારા ચાર અઠવાડિયા દેશ માટે અત્યંત ધ્યાન રાખવા જેવા છે.

સાહિન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code