1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉનાળાના પ્રારંભ સાથે જ રસ મધૂર ગણાતી કેસર કેરીનું આગમન, 10 કિલોનો રૂ. 2500નો ભાવ
ઉનાળાના પ્રારંભ સાથે જ રસ મધૂર ગણાતી કેસર કેરીનું આગમન, 10 કિલોનો રૂ. 2500નો ભાવ

ઉનાળાના પ્રારંભ સાથે જ રસ મધૂર ગણાતી કેસર કેરીનું આગમન, 10 કિલોનો રૂ. 2500નો ભાવ

0
Social Share

જુનાગઢઃ ઉનાળાના પ્રારંભ સાથે જ ગીરની રસ મધૂર ગણાતી કેસર કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. જનાગઢના માર્કેટ યાર્ડમાં તાલાલા પંથકની કેસર કેરીના 15 બોક્સની આવક થઈ છે. આ કેરીના 10 કિલોના 2000 થી 3000 રૂપિયા ભાવ બોલાયા હતા. ગત વર્ષે 1.56 લાખ મેટ્રિક ટનથી વધુ કેરીનું ઉત્પાદન થયું હતું. જેની સામે આ વર્ષે હવામાન સાનુકૂળ રહેશે તો 30 ટકા કેસર કેરીનું ઉત્પાદન વધવાની શક્યતા છે.

ગુજરાતમાં ગીરની કેસર કેરીની સૌથી વધુ માગ રહેતી હોય છે. ગીરની કેસર કેરી દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે. ત્યારે ઉનાળાના પ્રારંભે જ  કેસર કેરીનું આગમન જૂનાગઢના માર્કેટ યાર્ડમાં થઈ ગયું છે. તાલાલા પંથકની કેસર કેરીના 15 બોક્સની આવક થઈ છે. આ કેરીના 10 કિલોના 2000 થી 3000 રૂપિયા ભાવ બોલાયા હતા. તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની હાફુસ કેરી ગુજરાત અને દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સોરઠ પંથકમાં તેમજ અમરેલી જિલ્લામાં પણ કેસર કેરીની અનેક આંબાવાડીઓ આવેલી છે. આ વખતે આંબાઓ પર સારાએવા પ્રમાણમાં મોર બેઠા છે. તેથી જો વાતાવરણ સાનુકૂળ રહ્યું તો કેસર કેરીનું સારૂએવું ઉત્પાદન થશે. ગુજરાતમાં દર વર્ષે મોટા પ્રમાણમાં કેરી ખવાતી હોય છે. સામાન્ય રીતે કેરીની સિઝન મે મહિનામાં જામતી હોય છે. જોકે, સિઝન સાનુકૂળ રહે તો કેરીની સિઝન માર્ચ મહિનાથી શરૂ થઈ જાય છે અને તે જૂન કે જુલાઈ મહિના સુધી ચાલે છે. જો માવઠું ન થાય કે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર ન થાય તો કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં ઊતરતો હોય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાંક વર્ષોથી ઓર્ગેનિક કેરીની માંગમાં પણ વધારો થયો છે ત્યારે તાલાલા સહિત ગીરમાં અને તેની આસપાસ આવેલા આંબાવાડિયામાં ઓર્ગેનિક કેરીનો પાક લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. કેરીની સિઝન જામતા ગુજરાતનાં વિવધ શહેરોમાં આમ્રઉત્સવ અંતર્ગત ખેડૂતોને કેરીના વેચાણ માટે સીધું બજાર પણ પૂરું પાડવામાં આવતું હોય છે.

જૂનાગઢ ફ્રુટ માર્કેટના પ્રમુખના કહેવા મુજબ  માર્કેટિંગ યાર્ડમાં  કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને 2000થી 3,000ના ભાવે 10 કિલો કેરી વેચાઈ રહી છે. આગામી દિવસોમાં કેરીની આવક વધશે. આ વર્ષે પાક સારો હોવાથી કેરી પણ સારા પ્રમાણમાં આવશે. હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તાલાલા ગીરની કેરીની આવક શરૂ થઈ છે અને આવનારા દિવસોમાં કેસર કેરી મોટા પ્રમાણમાં જૂનાગઢ યાર્ડમાં જોવા મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code