સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે : CM ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના નવમા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 18 નારીશક્તિઓનું સન્માન કર્યું નવમા નોરતે ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસનું પ્રાંગણ નારીશક્તિ અભિવંદનાનું આંગણ બન્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રે સફળતાનાં શિખરો સર કરનારી રાજ્યની 18 મહિલાઓને ગાંધીનગર સ્થિત પોતાના નિવાસ્થાને આમંત્રીત કરીને ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમમાં અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, નારી એ શક્તિનું સ્વરૂપ અને પ્રતિક પણ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે.