1. Home
  2. ગુજરાતી
  3. ‘વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે’ – 8 જૂનના આ ખાસ દિવસનો જાણો ઈતિહાસ અને તેને ઉજવવા પાછળનો ખાસ હેતુ
‘વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે’ –  8 જૂનના આ ખાસ દિવસનો જાણો  ઈતિહાસ અને તેને ઉજવવા પાછળનો ખાસ હેતુ

‘વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે’ – 8 જૂનના આ ખાસ દિવસનો જાણો ઈતિહાસ અને તેને ઉજવવા પાછળનો ખાસ હેતુ

0
Social Share
  • આજે વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે
  • 8 જુનના રોજ સમગ્ર વિશ્વ આ દિવસની ઉજવણી કરે છે

આજે  જૂન એટલે કે વર્લ્ડ બ્રેઈન ટ્યૂમર ડે,આજે વિશ્વભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે  દેશ વિદેશમાં બ્રેઈટ ટ્યુમરના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આ બીમારીને લઈને લોકોન્ જાગૃત કરવા અને સાચી દિશા બતાવવાના હેતુંથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જે મગજની ગાંઠો વિશે જાગૃતિ લાવવા અને આ પડકારજનક સ્થિતિ સામે લડવા માટે એક મહત્વપૂર્ણ વૈશ્વિક પહેલ છે.

જાણો આ દિવસનો ઈતિહાસ

વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડેની ઉજવણી 2000 ના દાયકાથઈ શરુ થઈ છે,  જર્મન બ્રેઈન ટ્યુમર એસોસિએશને મગજની ગાંઠો વિશે જાગૃતિ લાવવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. 2000 માં, એસોસિએશને દર્દીઓ અને તેમના પરિવારો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે સામાન્ય લોકોને માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે 8  મે  નેજર્મન બ્રેઇન ટ્યુમર ડે તરીકે જાહેર કર્યો.સમય જતાં, આ દિવસને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી અને મગજની ગાંઠો વિશે જાગૃતિ લાવવા માટે તેને વૈશ્વિક દિવસ તરીકે સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો. 2010માં, ઈન્ટરનેશનલ બ્રેઈન ટ્યુમર એલાયન્સ એ 8 જૂનને વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે તરીકે જાહેર કર્યો હતો .

આ દિવસ ઉજવવા પાછળોને હેતું

એક અંદાજમુજબ વર્ષ 2030 સુધીમાં, મગજની ગાંઠ ત્વચાના કેન્સરને વટાવીને કેન્સરનું બીજું સૌથી પ્રચલિત સ્વરૂપ બની શકે છે. આ રોગથી પ્રભાવિત લોકોની કાળજી લેવા અને તેમના પ્રત્યે સંવેદનશીલતા વધારવા માટે પણ આ દિવસ ઉજવવામાં આવે છે. આજની આધુનિક જીવનશૈલીને કારણે શરીરમાં અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓ ચાલી રહી છે, તેમાંથી એક છે બ્રેઈન ટ્યુમરનો સમાવેશ થાય છે આ દિવસનો હેતુ લોકોને જાૃત કરવાનો છે.

શું હોય છે બ્રેઈન ટ્યૂમરના લક્ષણો જાણો

સામાન્ય રીતે બ્રેઈન ટ્યૂમરના ઘણા લક્ષણો છે જેમાં ખાસ કરીને  વારંવાર માથાનો દુખાવોથવો કે પછી ઉલટી અને ઉબકા સતત આવવા છોડુ જ કામ કરવાથી પણ ભારે થાક અને સુસ્તી મહેસુસ થવી તથા  વધુ પડતી ઊઁઘ આવવી અથવા ઊઁધ ન આવવી આમ ઊંધને લગતી તમામ સમસ્યાઓ આ તમામ તેના લક્ષણોમાં છે.આટલું જ નહી મગજની આ ગાંઠ થતા ટૂંકા ગાળાના મેમરી નુકશાન થાય છે દેખાવાનું પણ ઓછું થઈ જાય છે. જો આ પ્રકારની બીમારી જણા તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને રિપોર્ટ કરી દવા શરુ કરાવી દેવી જોઈએ

બ્રેઈન ટ્યૂમર પાછળ શું હોય છે કારણો

ડ્રગ્સ અને આલ્કોહોલના વધુ પડતા સેવનને કારણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.  જો તમને આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે જાઓ. તેની સારવાર કરાવો. ઘણીવાર લોકો આ લક્ષણોને અવગણે છે. આગળ જતાં આ એક ગંભીર સમસ્યા બની જાય છે. આ રોગની સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.  સારવારના વિકલ્પો છે જેમ કે સર્જરી, રેડિયેશન થેરાપી અને કીમોથેરાપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code