1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વ ચેર સંરક્ષણ દિવસઃ કચ્છ, જામનગર અને ભરૂચ માં સૌથી વધારે જોવા મળે છે ચેરનાં જંગલ
વિશ્વ ચેર સંરક્ષણ દિવસઃ  કચ્છ, જામનગર અને ભરૂચ માં સૌથી વધારે જોવા મળે છે ચેરનાં જંગલ

વિશ્વ ચેર સંરક્ષણ દિવસઃ કચ્છ, જામનગર અને ભરૂચ માં સૌથી વધારે જોવા મળે છે ચેરનાં જંગલ

0
Social Share

દેશ-વિદેશ અટલે કે દુનિયા ભરમાં આજે 26 જુલાઈને વિશ્વ ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,વૈશ્વિકકક્ષાએ 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેરના જંગલોનું સંરક્ષણ અને લોકોમાં ચેરના પર્યાવરણીય મહત્વ પ્રત્યે જાગૃતતા આવે તે ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

દરિયાકાંઠાની જૈવ વ્યવસ્થા અને જૈવવિવિધતા તથા લાખો લોકોની આજીવિકાના સ્ત્રોત સમાન ચેરના નિર્ણાયક ભૂમિકાને લઈને આજનો દિવસ ઉજવવામાં આવે છે.  ચેરના સંરક્ષણ પ્રયાસોને વધારીને આ “દરિયાકાંઠાના રક્ષકો” આપણી ભાવિ પેઢીઓ માટે પણ અમૂલ્ય યોગદાન આપતા રહે છે.

જો આપણે આપણા રાજ્ય ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ચેરના વિસ્તાર બાબતે બીજા નંબરનું સ્થાન ધરાવે છે.રાજ્યમાં  ચેરના જંગલો 1175 ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા છે, જેનો 68 ટકા વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલ છે. ચેરના વૃક્ષો વાવાઝોડા દરિયાઈ તોફાનો સામે કુદરતી કવચ તો બને જ છે સાથે જ ફળદ્રુપ જમીનનું ધોવાણ પણ અટકાવે છે.

રાજ્યમાં કચ્છ, જામનગર અને ભરૂચ પછી સૌથી વધારે ચેરનાં જંગલનો વિસ્તાર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના કાદીપુર-ખૂણ ગામમાં જન ભાગીદારીથી ચેરના વાવેતરનો પ્રારંભ થયો છે. આ સાથે જ આ વૃક્ષોની સંખ્યા વધારવા અનેક વખત તેનું રોપણ સરકારના અનેક કાર્ય્કરમો દ્રારા કરવામાં આવે છે.

ચેરના ઝાડ વિશે જો વધુ વાત કરીએ તો એ મત્સ્યઉદ્યોગ, જળચરઉછેર અને કરચલા લણણી જેવી પરંપરાગત પ્રથાઓ દ્વારા આજીવિકા મેળવતા વિશ્વભરના લાખો લોકો માટે આજીવિકા તથા સ્થાનિક લોકોને બળતણ, ચરિયાણ તેમજ લાકડા મેળવવાનો મેન્ગ્રુવ મહત્વપૂર્ણ સ્ત્રોત છે.આ સહીત આ વૃક્ષો દરિયા માટે ખૂબ જ ઉપયોગકારી છે તે દરિયાનું જતન કરે છે કારણ કે માછલીઓ, ક્રસ્ટેશિયન, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓની અસંખ્ય પ્રજાતિઓને રહેઠાણ અને સંવર્ધનનું સ્થાન પ્રદાન કરતા હોવાથી જૈવવિવિધતામાં સમૃદ્ધ છે.એટલું જ નહી ગ્રૂપર્સ અને ઝીંગા સહિતની ઘણી વ્યાવસાયિક રીતે મહત્વની માછલીની પ્રજાતિઓ તેમના જીવન ચક્ર દરમિયાન ચેર વૃક્ષ પર આધાર રાખે છે.

 આબોહવા પરિવર્તન પણ આ વૃક્ષો માટે ગંભીર ખતરો છે. દરિયાની સપાટીમાં વધારો, વધેલા તાપમાન અને દરિયાઈ એસિડિફિકેશન મેન્ગ્રુવ અને તેમના પર આધારિત વિવિધ દરિયાઈ પ્રજાતિઓના વિકાસ અને અસ્તિત્વને નકારાત્મક અસર કરે છે.જેને લઈને આજના દિવસે ખાસ આ સંરક્ષણ પર કાર્યક્મો થકી જનતાને જાગૃત કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code