1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડકપ 2019: આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો મુકાબલો, વોર્નર પર રહેશે નજર
વર્લ્ડકપ 2019: આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો મુકાબલો, વોર્નર પર રહેશે નજર

વર્લ્ડકપ 2019: આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો મુકાબલો, વોર્નર પર રહેશે નજર

0

પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકેલું ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાં શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચમાં તમામની નજરો સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર રહેશે. આ મેચ બ્રિસ્ટલમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 6 વાગ્યાથી રમવામાં આવશે, જેનું પ્રસારણ સ્ટાર નેટવર્ક પર કરવામાં આવશે. વર્લ્ડકપમાં અત્યાર સુધી બંને ટીમો એકબીજા સાથે એકવાર રમી ચૂકી છે, જેમાં કાંગારૂઓએ બાજી મારી.

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન્સ પર બોલ સાથે ચેડાં મામલે એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફર્યા પછી બંને શાનદાર ફોર્મમાં છે. વિશ્વકપના બરાબર પહેલા ઇન્ડિયન પ્રિમિયર લીગમાં વોર્નરે સર્વાધિક 692 રન બનાવ્યા, જ્યારે સ્મિથે ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારી.

આ ચેમ્પિયન ટીમ માટે ગયું વર્ષ ઉતાર-ચડાવ ભર્યું રહ્યું, પરંતુ એરોન ફિંચની આગેવાનીમાં ટીમ યોગ્ય સમયે ફોર્મમાં પાછી ફરી છે. આ વખતે પણ તે ખિતાબ માટેના પ્રબળ દાવેદારોમાંની એક છે.
પાંચ મેચોની વનડે સીરીઝમાં ભારતને 3-2થી હરાવનારી ઓસ્ટ્રેલિયન ટીમે સ્મિથ અને વોર્નરનું બાંહો ખોલીને સ્વાગત કર્યું. તેમને જોકે ઇંગ્લેન્ડના પ્રશંસકોના હૂટિંગનો સામનો કરવો પડી શકે છે. પૂર્વ કેપ્ટન સ્મિથને પ્રેક્ટિસ મેચ દરમિયાન ‘દગાબાજ’ જેવા ટોણા સાંભળવા પડ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીને આ જોડી પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે. પરંતુ, તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડમાં બંનેએ સહનશીલતાથી કામ લેવું પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.