1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડકપની પહેલી જ મેચમાં પાકિસ્તાન ટીમનું શરમજનક પ્રદર્શન, ફેન્સ બોલ્યા- ભારત વિરુદ્ધ શું થશે?
વર્લ્ડકપની પહેલી જ મેચમાં પાકિસ્તાન ટીમનું શરમજનક પ્રદર્શન, ફેન્સ બોલ્યા- ભારત વિરુદ્ધ શું થશે?

વર્લ્ડકપની પહેલી જ મેચમાં પાકિસ્તાન ટીમનું શરમજનક પ્રદર્શન, ફેન્સ બોલ્યા- ભારત વિરુદ્ધ શું થશે?

0
Social Share

ભારતમાં રમવામાં આવી રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે વેસ્ટઇંડીઝની સામે નમતું જોખી દીધું. પાકિસ્તાનની આ શરમજનક હાર પછી સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત મજાક ઉડી રહી છે.

ટ્વિટર પર ફેન્સ બોલી રહ્યા છે કે પાકિસ્તાનની આ હાલત વેસ્ટઇંડીઝ વિરુદ્ધ છે તો ભારત વિરુદ્ધ શું થશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની આ હાલત ઇંગ્લેન્ડ અને ભારત જેવી મજબૂત ટીમો સામે રમતા પહેલા જ છે.

વર્લ્ડકપ પહેલા પાકિસ્તાને સતત 10 વનડે હારવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જે વેસ્ટઇંડિઝ વિરુદ્ધ વર્લ્ડકપની મેચમાં વધીને 11 વનડે મેચનો થઈ ગયો છે. વેસ્ટઇંડીઝ વિરુદ્ધ પાકિસ્તાનની આ મેચ લગભગ 3 કલાકની અંદર જ પૂરી થઈ ગઈ.

પાકિસ્તાનના ટોપ 5માંથી 4 બેટ્સમેન વિકેટની પાછળ કીપર શાઈ હોપને 4 કેચ આપી બેઠા. તેના પર એક ફેને ‘પીછે દેખો, પીછે દેખો’ના વાયરલ વીડિયોવાળા બાળકનું મીમ બનાવીને પોસ્ટ કરી.

વેસ્ટઇંડીઝે પાકિસ્તાનને પહેલા 105 રનોમાં સમેટી લીધું અને પછી 13.4 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર સરળતાથી લક્ષ્યાંક હાંસલ કર્યું. તે સાથે જ 218 બોલ્સ રહેતા પાકિસ્તાની ટીમને વેસ્ટઇંડીઝના હાથે પોતાની પહેલી જ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. પાકની હાર પછી ફેન્સ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ બનાવીને ટીમને ટ્રોલ કરી રહ્યા છે.

પાકિસ્તાનના 7 ખેલાડીઓ 10 રન પણ નથી બનાવી શક્યા. આ વખતે વર્લ્ડકપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમવામાં આવી રહ્યું છે. એવામાં દરેક ટીમે વર્લ્ડકપ રમી રહેલી તમામ 9 ટીમો સામે મેદાનમાં ઉતરવાનું છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code