કરચલીઓ ગાયબ અને ચહેરો બનશે એકદમ ચમકદાર, ઘરે જ બનાવો નેચરલ ફેસ પેક
શું તમે પણ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ વાપરીને થાકી ગયા છો? તો હવે તમારા રસોડામાં રહેલી વસ્તુઓ જ તમારી ત્વચાની ચમક પાછી લાવી શકે છે. સપ્તાહમાં માત્ર બે વાર આ નેચરલ ફેસ પેક લગાવવાથી તમારો ચહેરો ખીલી ઉઠશે. આ પેક સંપૂર્ણપણે કુદરતી છે અને ઘરે સહેલાઈથી તૈયાર કરી શકાય છે.
- કેળા અને મલાઈનો ફેસ પેક જ કેમ?
મલાઈ ત્વચા માટે શ્રેષ્ઠ મોઈશ્ચરાઈઝર છે. ખાસ કરીને જે લોકોની ત્વચા સૂકી રહેતી હોય, તેમના માટે મલાઈ આશીર્વાદ સમાન છે. કેળું પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે ત્વચા પર સમય પહેલા આવતી કરચલીઓ (Wrinkles) ને રોકવામાં મદદરૂપ થાય છે. મધ ત્વચાને કુદરતી રીતે સાફ કરે છે અને સોફ્ટ બનાવે છે.
- ફેસ પેક બનાવવા માટેની જરૂરી સામગ્રી
અડધું પાકું કેળું
એક ચમચી તાજી મલાઈ
અડધી ચમચી શુદ્ધ મધ
- બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાટકીમાં અડધું પાકું કેળું લો અને તેને ચમચી વડે બરાબર મસળી લો. હવે તેમાં એક ચમચી મલાઈ અને અડધી ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે એકદમ ‘ક્રીમી’ ન દેખાય.
- ક્યારે અને કેવી રીતે લગાવવો?
સૌથી સારા પરિણામ માટે આ ફેસ પેકને રાત્રે સૂતા પહેલા લગાવવો જોઈએ.
પહેલા ચહેરાને બરાબર સાફ કરી લો.
તૈયાર કરેલો પેક ચહેરા પર લગાવો અને ૧૫ મિનિટ સુધી રહેવા દો.
પેક સુકાઈ જાય એટલે હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.
ચહેરો ધોયા પછી હળવું મોઈશ્ચરાઈઝર લગાવો.
આ પણ વાંચોઃ હોળી-ધૂળેટીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા 1300 એસટી બસો દોડાવાશે


