Site icon Revoi.in

યાસીન મલિકે સજાથી બચવા માટે ગાંધીજીના નામનો લીધો સહારો !

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-યાસીન (JKLF-Y) ના પ્રમુખ યાસીન મલિકે દાવો કર્યો છે કે, તેણે હથિયારોના બળનો ઉપયોગ કરીને વિરોધ કરવાની પદ્ધતિ છોડી દીધી છે અને ગાંધીવાદી પદ્ધતિ અપનાવી છે. તેણે JKLF-Y પરના પ્રતિબંધની સમીક્ષા કરતી UAPA કોર્ટમાં સબમિટ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું.

રિપોર્ટ અનુસાર યાસીન મલિકએ જણાવ્યું હતું કે JKLF-Y એ સંયુક્ત સ્વતંત્ર કાશ્મીરની સ્થાપનાના તેના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે 1994 માં સશસ્ત્ર સંઘર્ષ છોડી દીધો હતો હવે ગાંધીવાદી પદ્ધતિ અપનાવી છે.

ગયા મહિને યુએપીએ કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં યાસીન મલિકના એફિડેવિટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમાં, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ JKLF-Y ને ‘ગેરકાયદેસર સંસ્થા’ તરીકે જાહેર કરવાના નિર્ણયને આગામી પાંચ વર્ષ માટે યથાવત રાખવામાં આવ્યો છે.

યાસીન મલિક 1990માં શ્રીનગરના રાવલપોરા વિસ્તારમાં ભારતીય વાયુસેનાના ચાર જવાનોની હત્યાનો મુખ્ય આરોપી છે. આ કેસમાં તેની ઓળખ પ્રાથમિક શૂટર તરીકે થઈ હતી. યાસીન મલિકને પણ મે 2022માં આતંકવાદને નાણાં પૂરા પાડવાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આ દરમિયાન, તેણે દાવો કર્યો હતો કે, 90 ના દાયકામાં વિવિધ સરકારી અધિકારીઓએ તેમને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ આ વિવાદને વાતચીત દ્વારા ઉકેલશે. આ સિવાય, જ્યારે તે એકપક્ષીય યુદ્ધવિરામ શરૂ કરશે, ત્યારે તેની અને JKLF-Y સભ્યો સામેના તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે.

Exit mobile version