1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2020: સૌથી પ્રભાવશાળી પુરુષોમાં પ્રથમ ક્રમે સુશાંતસિંહ રાજપુતને મળ્યું સ્થાન

વર્ષ 2020: સૌથી પ્રભાવશાળી પુરુષોમાં પ્રથમ ક્રમે સુશાંતસિંહ રાજપુતને મળ્યું સ્થાન

0
Social Share

મુંબઈઃ ધ ટાઈમ્સએ વર્ષ 2020ના 50 સૌથી વધારે પોપ્યુલર પુરુષ અને મહિલાઓની યાદી જાહેર કરી છે. પુરુષોની યાદીમાં સુશાંતસિંહ રાજપુત અને મહિલાઓની યાદીમાં રિયા ચક્રવતિ પ્રથમ ક્રમે છે. આ યાદીમાં અલગ-અલગ ફિલ્ડ સાથે જોડાયેલા 40થી ઓછી ઉંમરના પુરુષ અને મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ગયા એક વર્ષમાં સૌથી વધારે પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી ઓનલાઈન પોલ મારફતે વોટોના આધારે તૈયાર કરવામાં આવી છે.

  • સુશાંતસિંહ અવસાન બાદ સતત રહ્યાં ચર્ચામાં

તા. 14મી જૂન 2020ના રોજ સુશાંતસિંહ રાજપુતનું અવસાન થયું હતું. તેમના ઘરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. સીબીઆઈ, એનસીબી અને ઈડીએ આ પ્રકરણમાં વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. સુશાંતસિંહના પ્રશંસકોએ સોશિયલ મીડિયામાં સતત ન્યાયની માંગણી કરી હતી. સોશિયલ મીડિયામાં તેમના નામ સાથે ટ્રેન્ડ જોવા મળી હતી. જેથી તેઓ 50 પ્રભાવશાળી પુરુષોની યાદીમાં પ્રથમ ક્રમે રહ્યાં છે. જ્યારે આ પ્રકરણમાં રિયા ચક્રવર્તિનું નામ સામે આવ્યું હતું. તેમજ સુશાંતના ચાહકોએ રિયા ચક્રવર્તિ સામે ગંભીર આક્ષેપો પણ કર્યાં હતા.

  • સુશાંતસિંહ રાજપૂત
  • વિજય દેવરકોંડા
  • આદિદત્ય રોય કપૂર
  • વિક્કી કૌશલ
  • દલકીર સલમાન
  • વિરાટ કોહલી
  • ટાઈગર શ્રોફ
  • રણવીરસિંહ
  • ગુરફતેહસિંહ પીરજાદા
  • સુદ્ધાર્થ મલ્હોત્રા

પ્રભાવશાળી ટોપટેન મહિલાઓની યાદી

  • રિયા ચક્રવર્તિ
  • એડલિન કેસ્ટેલિનો
  • દિશા પાટની
  • કિયારા અડવાણી
  • દીપીકા પાદુકોણ
  • કેટરીના કૈફ
  • જેકલીન ફર્નાડીઝ
  • અનુપ્રિયા ગોયંકા
  • રુહી સિંહ
  • અવરિત ચૌધરી
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code