
શિયાળામાં સરળતાથી ઓછું થઈ જશે તમારું વજન,આ ડાયટને કરો ફોલો
- વજન ઉતારવા માટેની સરળ રીત
- આ ડાયટને કરો ફોલો
- શિયાળામાં પણ ઉતરી જશે વજન
શિયાળામાં ભૂખ વધારે લાગે આ વાતથી તો સૌ કોઈ જાણકાર હશે. આવામાં કેટલાક લોકોને તે પણ ચિંતા હોય છે કે તેમનું વજન વધી જશે તો તેમને ગમશે નહી. તો હવે તે લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે માત્ર આ ડાયટને ફોલો કરવાથી વજનમાં થશે નોંધપાત્ર ઘટાડો અને શરીરમાં કોઈ આડઅસર પણ થશે નહી.
જાણકારી અનુસાર જીરાનું પાણી ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. રોજ સવારે ખાલી પેટે જીરાનું હુંફાળુ પાણી પીવાથી તમારો મુડ સારો રહેશે અને પાચનમાં સુધારો થશે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. આ વજન ઓછુ કરવા અને પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી- ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેના સેવનથી મેટાબોલિઝમ વધારવામાં મદદ મળે છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો નાસ્તામાં ક્વિનોઆનું સેવન કરો. ક્વિનોઆ એક પ્રકારે અનાજ છે જે ગ્લુટેન ફ્રી હોય છે. આ વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે તેને નાસ્તામાં ક્વિનોઆનું સેવન કરી શકો છો. તેમાં ખાંડ નથી હોતી અને શાકભાજીની સાથે મિક્ષ કરી તેનો વધુ સ્વાદ મળે છે. જો તમે બ્રંચ કરવા માંગો છો તો તમે ક્વિનોઆની સાથે સીઝનલ ફળ અને એક કપ ગ્રીન ટીનું સેવન કરી શકો છો.