1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. નવરાત્રીમાં આ પ્રકારનું ફુડ તમને ખુબ પસંદ આવશે,આજે જ જાણો તેને બનાવવાની રીત
નવરાત્રીમાં આ પ્રકારનું ફુડ તમને ખુબ પસંદ આવશે,આજે જ જાણો તેને બનાવવાની રીત

નવરાત્રીમાં આ પ્રકારનું ફુડ તમને ખુબ પસંદ આવશે,આજે જ જાણો તેને બનાવવાની રીત

0

ભારતમાં તહેવારનો સમય એટલે કે મીઠાઈ અને અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટેનો શ્રેષ્ઠ સમય, એટલે કે એકબીજાને સારી સારી વાનગીઓ ખવડાવીને સંબંધોમાં મીઠાસ ભરવાનો સમય, આવામાં હવે આગામી થોડા દિવસમાં નવરાત્રી આવી રહી છે ત્યારે આ દિવસોમાં આ પ્રકારનું ફુડ તમને ખુબ પસંદ આવશે.

જો વાત કરવામાં આવે ટીક્કીની તો રાજમા, અને સોયા ટીક્કી લોકોને ખુબ પસંદ આવતી હોય છે અને આને બનાવવાની રીત આ પ્રમાણે છે.

સોયાબીનને થોડીવાર ગરમ પાણીમાં રહેવા દો અને બીજી બાજુ કોબીને બાફીને મેશ કરો. આ બંનેને મિક્સ કર્યા પછી તેમાં બધી સામગ્રી ઉમેરો અને આ દરમિયાન તેમાં બ્રેડ ક્રમ્બ્સ પણ ઉમેરો. તેલ મિક્સ કર્યા બાદ બેટરને થોડીવાર માટે રાખો. હવેથી ટિક્કીનો આકાર આપો અને કડાઈમાં તેલ ગરમ કરો અને તેને તળવા માટે છોડી દો. ધ્યાનમાં રાખો કે તમારે તેને શેલો ફ્રાય કરવાનું છે. તેના પર લીલા ધાણા નાખો

રાજમાને ઓછામાં ઓછા 10 કલાક પલાળી રાખો અને પછી તેને પ્રેશર કૂકરમાં થોડીવાર પકાવો. હવે પાણીને અલગ કરો અને કઠોળને બ્લેન્ડરમાં પીસી લો. હવે એક પેન લો અને તેમાં થોડું તેલ નાખીને ડુંગળીને સાંતળો. તેમાં બધા મસાલા અને અન્ય વસ્તુઓ મિક્સ કરો. તેમાં રાજમાની પેસ્ટ ઉમેરીને પકાવો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેમાં બાફેલા બટેટા નાખીને ટિક્કીનો આકાર આપો. હવે એક કડાઈમાં ટિક્કીને ફ્રાય કરો.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.