Site icon Revoi.in

મુંબઈમાં હથિયારો સાથે યુવકની ધરપકડ

Social Share

પૂણેઃ મુંબઈની પંત નગર પોલીસે ઘાટકોપર વિસ્તારમાં મધ્યપ્રદેશના 24 વર્ષનાં યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી 2 દેશી બનાવટની પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે. આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે. આરોપીનું નામ અજય કૈલાશ કાયતા છે. પોલીસે આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, કોર્ટે તેને 12 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો.

પંત નગર પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમને સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે બીજા રાજ્યનો એક યુવાન હથિયારો સપ્લાય કરવા માટે મુંબઈ આવી રહ્યો છે. અમે તાત્કાલિક ઘાટકોપર-અંધેરી લિંક રોડ પર ઘાટકોપર બસ ડેપો નજીક છટકું ગોઠવ્યું. અમે સંભવિત શંકાસ્પદો પર નજર રાખવાનું શરૂ કર્યું.” સાંજે, એક યુવાન શંકાસ્પદ લાગ્યો હતો.

આરોપીના મોબાઈલ ફોન અને અન્ય સામાનની પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં કેટલાક શંકાસ્પદ નંબરો અને સંદેશાઓ મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, અજયે હથિયારો વિશે કેટલીક માહિતી જાહેર કરી હતી પરંતુ સપ્લાય નેટવર્ક વિશે મૌન રહ્યો હતો.

પોલીસ હવે એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ હથિયારો કોને અથવા કઈ ગેંગને સપ્લાય માટે મુંબઈ લાવવામાં આવ્યા હતા. આરોપીએ આ હથિયારો કોની પાસેથી મેળવ્યા હતા. શું આ કોઈ મોટા ગુનાહિત સિન્ડિકેટનો ભાગ હતો કે કોઈ વ્યક્તિગત દાણચોરી છે તે એક મોટો સવાલ છે.

Exit mobile version