Homeગુજરાતીઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં યુઝવેન્દ્ર ચહલ થયો બહાર,સોસિયલ મીડિયા પર માત્ર ...

ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં યુઝવેન્દ્ર ચહલ થયો બહાર,સોસિયલ મીડિયા પર માત્ર ઇમોજી શેર કરી પોતાની લાગણી દર્શાવી

દિલ્હી – ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી યુઝવેન્દ્ર ચહલને  ટીમમાં તક મળી નથી. જે બાદ ચહલે સો શિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની  પ્રતિક્રિયા આપી છે. ચહલે જે રીતે પ્રતિક્રિયા આપી છે તે  હેડલાઇન્સ બની છે.

જાણકારી મુજબ  જો કે ચહલે કોઈ પોસ્ટ નથી લીધી, પરંતુ સ્મિતની ઈમોજી શેર કરીને તેણે ચોક્કસપણે દરેકની સામે કહેવાનો પ્રયાસ કર્યો છે કે તેના મનમાં  શું ચાલી રહ્યું છે. દેખીતું છે કે  ચહલ હાલમાં T-20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. આ પછી પણ તેને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં તક ન મળી જેથી તે નારાજ પણ હોય શકે . 

ઉલ્લેખનીય છે કે  ચહલે અત્યાર સુધી T-20 ઈન્ટરનેશનલમાં કુલ 96 વિકેટ લીધી છે. તે જ સમયે, ચહલને તાજેતરમાં સમાપ્ત થયેલા ODI વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. બીજી તરફ, ટીમમાં ચહલની ગેરહાજરીથી ચાહકો પણ નિરાશ છે અને સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ શ્રેણી માં  સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન અને મુકેશ કુમાનો સંવેશ કરવામાં આવ્યો છે .
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular