- ગૃહિણીએની પસંદ ઝોલા બેગ
- પર્સ કરતા વધુ સામાન સમાવે છે આ બેગ
- મોટા ભાગની મહિલાઓ ઝોલા બેગની પ્રાધાન્ય આપે છે
દેરક સ્ત્રી ઘરની બહાર નિકળે એટલે પોતાના હાથમાં પર્સ લેવાનું ક્યારેય ચૂકે નહી, અનેક મહિલાઓ અવનવા પર્સનો ઉપયોગ કરતી હોય છે, કોઈ માત્ર પૈસા રાખવા માટે બટવાનો ઉપયોગ કરે છે, તો કોઈ ફોન અને પૈસા બન્ને સમાય શકે એ રીતે લોંગ સાઈડ પર્સનો ઉપયોગ કરે છે, તો કેટલીક મહિલાઓ બગલ પર્સનો ઉપયોગ કરે છે, પરંતુ મહિલાઓ મોટે ભાગે ઈચ્છતી હોય છે કે તેમના મેકઅપના સામાનથી લઈને અનેક વસ્તુ પર્સમાં સમાવી જોઈએ અને આવું એક પર્સ એટલે કે ઝોલા બેગ.
ઝોલા બેદ એટલે સામાન્યરીતે પ્રાચીન કાળથી આપણા બાપ દાદાના જમાનામાં દાદાઓ ખભા પર ઝોલો લટકાવતા હતો મૂળ તો તેજસ પરંતુ તે હવે વર્ષો બાદ એક ફએશન બનીને ઊભરૂ આવી છે, દાદાના ઝોલાઓ એ હવે મહિલાઓના પર્સનું સ્વરુપ લીધું છે,આ ઝોલા બેગ એક યુવતીઓ માટેના પર્સની એક ખાસ પ્રકારની સ્ટાઈલ છે. જેની સાઇઝ સામાન્ય પર્સ કરતા ઘણી મોટી હોય છે, ઘણો સામાન તેમાં સમાવી શકાય છે, જેથી મહિલાઓ આ ઝોલા બેગને પર્સ કરતા વધુ પ્રાધાન્ય આપે છે.
આ સાથે જ આ બેગનુ મટીરીયલ મોટાભાગે નરમ વળી શકે તેવું હોય છે અને બેગનો પટ્ટો લાંબો હોય છે. જેથી તેને એક ખભા પર સરળતાથી લટકાવીને લઈ જઈ શકાય છે. આ બેગનુ મટીરીયલ ફ્લેક્સિબલ હોવાથી એને જરૂર પડે ત્યારે ઓછી જગ્યામાં સમાવી શકાય છે.
ઝોલા બેગ અનેક સાઈઝ અને સ્ટાઇલમાં જોવા મળએ છે. જેના કારણે તે ફેશન યુવતીઓની ફેવરેટ છે. આ શરૂઆતમાં બહુ લોકપ્રિય હતી. જોકે સમયાંતરે તેનો ટ્રેન્ડ ઓછો થઈ ગયો હતો. જો કે એકાદ વર્ષથી આ પ્રકારની બેગ ફરીથી ટ્રેન્ડમાં આવી છે, ખાસ કરીને આ પ્રકારની ઝોલા બેગ ઓફિસ જતી યુવતીઓમાં લોકપ્રિય છે
આ સાથે જ એક દિવસ માટે જો આપણે બહારગામ જવાનું થાય તો આ બેગમાં એક જોડી કપડાં પણ સરળતાથી રાખી શકાય છે એટલે ઉતાવળમાં આ બેગ આપણે લઈ જઈ શકીએ છે
સ્ટાઇલિશ યુવતીઓ અથવા તો કોલેજ જતી યુવતીઓમાં લોકપ્રિય છે. આવી કલરફુલ હોબો બેગ પર્સનાલિટીને એક ખાસ લુક આપે છે. રંગબેરંગી બેગને આઉટફિટ સાથે મિક્સ એન્ડ મેચ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે.
ખાસ કરીને લેધરની ઝોલા બેગ કોર્પોરેટ અને ક્લાસી લુક આપે છે. આવી બેગ થોડી મોંઘી હોય છે. પણ તે અત્યંત મજબૂત અને ટકાઉ હોય છે. આ ઉપરાંત કાડપના મટરિલમાં પણ આ બેગ ગૃહિણઈઓ વાપરતી હોય છે, જેને ઘડી કરીને સરળતાથી ક્યાય પણ રાખઈ શકા છે, હવે તો પ્લાસ્ટિકમાં પણ હોબો બેગ જોવા મળે છે, ટૂંકમાં આ બેગ વિશે વાત કરીએ તો આ બેગ વિથ પર્સનું કામ કરે છે.