Site icon Revoi.in

આગ્રામાં જીપકાર પલ્ટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં ચારના મોત

Social Share

નવી દિલ્હીઃ આગ્રાના થાણા ટ્રાન્સ વિસ્તારમાં શાહદરા ફ્લાયઓવર અકસ્માત સર્જાયો હતો. બુધવારે સવારે લખનૌ મંડીથી કેરીઓ લઈને જતી મેક્સને અકસ્માત નડ્યો હતો. અચાનક મેક્સ વાહનના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમવતા વાહન ડિવાઈડર સાથે અથડાયું હતું. જે બાદ પલ્ટી ખાઈ ગયું હતું. આ દરમિયાન હાઇવે પર મોર્નિંગ વોક માટે નીકળેલા ત્રણ લોકો કચડાઈ ગયા હતા. ડ્રાઇવરને પણ ગંભીર ઈજા થઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર, મેક્સ વાહનની ગતિ ખૂબ જ વધુ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ વાહન એટલી ઝડપથી પલટી ગયું કે રસ્તાની બાજુમાં બેઠેલા લોકોને બચવાનો મોકો મળ્યો નહીં. આ અકસ્માતમાં શાહદરાના રહેવાસી 65 વર્ષીય રાજેશ, 60 વર્ષીય રામેશ્વર, 63 વર્ષીય હરિબાબુ અને ડ્રાઇવર કૃષ્ણનું મોત થયું હતું. જ્યારે કારનો ક્લીનર ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે એસએન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. આગ્રામાં સવારે થયેલા ભયાનક અકસ્માતની માહિતી મળતા જ એસીપી હેમંત કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ અકસ્માત સ્થળે રસ્તો રોકી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ અધિકારીઓએ તેમને સમજાવીને શાંત પાડ્યા હતા.