Site icon Revoi.in

ભારતીય ઉદ્યોગોને આયાતી માલને બદલે સ્થાનિક સપ્લાયર્સને ટેકો આપવા પિયુષ ગોયલની હાકલ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત એવા દેશો સાથે કામ કરવા આતુર છે જે વાજબી વેપાર પ્રથાઓનું પાલન કરે છે અને વેપાર કરવા માટે સમાન તકો પૂરી પાડે છે. ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં બોલતા, મંત્રી ગોયલે ધ્યાન દોર્યું કે ભારતીય કંપનીઓ સક્ષમ છે અને જો વાજબી વ્યવસાયિક પ્રથાઓનું પાલન કરવામાં આવે તો તેઓ સારું પ્રદર્શન કરી શકે છે.

પીયૂષ ગોયલે ભારતીય ઉદ્યોગોને આયાતી માલને બદલે સ્થાનિક સપ્લાયર્સને ટેકો આપીને આર્થિક રાષ્ટ્રવાદ અપનાવવા હાકલ કરી હતી. પિયુષ ગોયલે જણાવ્યું હતું કે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન ભારતમાં ટેકનોલોજી લાવવા અને 100 બિલિયન ડોલરનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન, યુકે, યુએસએ, ચિલી અને પેરુ સાથેના વેપાર કરારોમાં પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો.