1. Home
  2. ગુજરાતી
  3. અત્યંત મુશ્કેલ કાર્ય છતાં આવશ્યક એવા માનવ નિર્માણનું કાર્ય શિક્ષકો કરે છે : રાજ્યપાલ
અત્યંત મુશ્કેલ કાર્ય છતાં આવશ્યક એવા માનવ નિર્માણનું કાર્ય શિક્ષકો કરે છે : રાજ્યપાલ

અત્યંત મુશ્કેલ કાર્ય છતાં આવશ્યક એવા માનવ નિર્માણનું કાર્ય શિક્ષકો કરે છે : રાજ્યપાલ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગરના અગિયારમાં સ્થાપના દિને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતું કે, ભારતીય શિક્ષણ પ્રશિક્ષક સંસ્થા શિક્ષકોના નિર્માણનું પવિત્ર ઋષિ કાર્ય કરી રહી છે. જે વ્યક્તિ માનવ નિર્માણની જવાબદારી પોતાના શિર ઉપર લે છે તે જ આચાર્ય અર્થાત શિક્ષક છે. શિક્ષકો માનવ નિર્માણના આરાધક છે. દરેક વ્યક્તિના જીવનમાં ત્રણ ગુરૂ મહત્વના છે. માતા-પિતા અને આચાર્ય. આ ત્રણેય ગુરૂ વ્યક્તિને મહાન બનાવે છે. શ્રેષ્ઠ શિક્ષકો શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકે છે. મનુષ્ય નિર્માણનું કાર્ય અત્યંત મુશ્કેલ છે છતા અતિ આવશ્યક છે. આ કાર્ય શિક્ષકોનું છે.

રાજ્યપાલજીએ જણાવ્યુ હતુ કે, પ્રાચીન ભારતની ગુરુકુળ શિક્ષા પદ્ધતિથી બાળકનો સમગ્ર વિકાસ થતો હતો. આજની શિક્ષણ પદ્ધતિમાં આવુ શક્ય બનતું નથી. ગુરૂકુળ શિક્ષણ પદ્ધતિમાં શિષ્ય સ્વયં ગુરૂના કુળમાં જતા હતા જ્યાં શ્રેષ્ઠ પરિવાર ભાવના સ્થાપિત થયેલી હતી. શિષ્યનું ‘‘શ્રેષ્ઠ કુળ’’ ગુરૂકુળ હતુ. માતા-પિતા જ્યારે તેમનું સર્વસ્વ એવું સંતાન જ્યારે શિક્ષકના હાથમાં સોંપે છે ત્યારે દુનિયાની સૌથી મોટી જવાબદારી, આ બાળકના ઘડતર કરવાની જવાબદારી શિક્ષકની બની જાય છે.  જે વ્યક્તિ નિર્માણની જવાબદારી લે છે તે આચાર્ય છે-શિક્ષક છે. ભારતીય શિક્ષક નીતિના કેન્દ્રમાં ચરિત્ર નિર્માણ રહેલું છે. ચાણક્ય જેવા શિક્ષકો ચંદ્રગુપ્ત જેવા સમ્રાટનું ઘડતર કરી શકે છે. આજે શિક્ષણમાંથી મૂલ્યો દૂર થતા રહ્યા છે. જેના કારણે શિક્ષિત લોકો પણ અનિતીનું કાર્ય કરતા ખચકાટ અનુભવતા નથી.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જણાવ્યું હતું કે, આઇઆઇટીઇએ ખૂબ જ ટૂંકાગાળામાં –આકાશને આંબવાનો પ્રયત્ન કર્યો છે. અનુશાસન અને ગુણવત્તા જેવા ગુણોના સિંચન થકી એક આદર્શ વ્યક્તિનું નિર્માણ થઇ શકે છે. આ ગુણોનું સિંચન વ્યક્તિમાં બાળપણથી જ થવું જોઇએ અને તેની જવાબદારી શિક્ષકોના શિરે છે ત્યારે આવુ શિૅક્ષણ-પ્રશિક્ષણ આપવાનું કાર્ય સમયબદ્ધ રીતે વિવિધ કાર્યક્રમો થકી આઇઆઇટીઇ કરી રહ્યુ છે. સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ જ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે તેમ છે ત્યારે વિશ્વ વિદ્યાલયો આ ક્ષેત્રે પ્રાધાન્ય આપે તે જરૂરી  છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code