Site icon Revoi.in

ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને મંજૂરી, કેબીનેટનો મહત્વપૂર્ણ નિર્ણય

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે, ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે, 22,919 કરોડ રૂપિયાના ભંડોળ સાથે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને મંજૂરી આપી છે. સરકારનું કહેવું છે કે, આ યોજના ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં મોટા રોકાણો (વૈશ્વિક/સ્થાનિક) આકર્ષિત કરીને એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને મંજૂરી આપી. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ, 59,350 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત કરવાની, 4,56,500 કરોડ રૂપિયાનું ઉત્પાદન કરવાની અને 91,600 વ્યક્તિઓ માટે વધારાની સીધી રોજગારી અને ઘણી પરોક્ષ નોકરીઓનું સર્જન કરવાની કલ્પના છે.

આ યોજના ભારતીય ઉત્પાદકોને પ્રોત્સાહનો પૂરા પાડે છે. આ યોજના છ વર્ષ માટે છે. તેને એક વર્ષ સુધી લંબાવી શકાય છે. પ્રોત્સાહનના એક ભાગની ચુકવણી રોજગાર લક્ષ્ય સિદ્ધિ સાથે જોડાયેલી છે.