1. Home
  2. ગુજરાતી
  3. કોંગ્રેસના કાર્યક્રમમાં સામેલ થશે ‘દેશદ્રોહના આરોપીઓ’!
કોંગ્રેસના કાર્યક્રમમાં સામેલ થશે ‘દેશદ્રોહના આરોપીઓ’!

0

કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 72મા બલિદાન દિવસ પર એક સેમિનારનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે દેશદ્રોહના આરોપી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટૂડન્ટ યૂનિયનના ભૂતપૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

તાજેતરમાં દિલ્હી પોલીસે 2016ના જેએનયુ રાષ્ટ્રદ્રોહના મામલામાં કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બન ભટ્ટાચાર્ય સહીત અન્ય સ્ટૂડન્ટ્સ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રદ્રોહના મામલામાં આ મુખ્ય આરોપીઓને પોતાના કાર્યક્રમમાં બોલાવવામાં આવતા વિવાદ પેદા થવાની સંભાવના છે.

મહત્વપૂર્ણ છે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના લઘુમતી વિભાગ દ્વારા 28 જાન્યુઆરીએ રાજધાની નવી દિલ્હી ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિના બલિદાન દિવસ તરીકે મનાવી રહ્યું છે. તેના માટે એક દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાજૂ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મનીષ તિવારી, પ્રિયંકા ચતુર્વેદી, રાજ્યસભાના સાંસદ કેટીએસ તુલસી પણ સામેલ થઈ રહ્યા છે.

તેમના સિવાય અન્ય વક્તાઓમાં દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ, સાહિત્યકાર અશોક વાજપેયી, આરજેડીના નેતા અને પ્રોફેસર મનોજ ઝા, જેએનયુ સ્ટૂડન્ટ્સ યુનિયનના ભૂતપૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ શહેલા રશીદને પણ સામેલ કરવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે દિલ્હી પોલીસે 14મી જાન્યુઆરીએ જેએનયુ રાષ્ટ્રદ્રોહના કેસમાં દાખલ કરવામાં આવેલી પોતાની ચાર્જશીટમાં દશ લોકોને મુખ્ય આરોપી બનાવ્યા છે. જેમાં કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ, અનિર્બન ભટ્ટાચાર્ય સહીત જેએનયુ, એએમયુ અને જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના સાત કાશ્મીરી સ્ટૂડન્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ દશ મુખ્ય આરોપીઓ સિવાય અન્ય 36 લોકોના નામ પણ ચાર્જશીટની 12મી કોલમમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમની આ મામલામાં પૂછપરછ પણ કરવામાં આવી છે. આમા જેએનયુના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદ અને સીપીઆઈના નેતા ડી. રાજાની પુત્રી અપરાજિતાનું નામ પણ છે. દિલ્હી પોલીસે આ મામલામાં પુરાવા તરીકે વીડિયો ફૂટેજ અને 100થી વધારે સાક્ષીઓના નિવેદન રજૂ કર્યા છે.

જેએનયુમાં 2016માં સંસદ પર હુમલાના દોષિત આતંકવાદી અફઝલ ગુરુની યાદમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રવિરોધી સૂત્રો પોકારવામાં આવ્યા હતા. જેમાં કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બન ભટ્ટાચાર્યની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં આ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને દેશમાં સંસદથી સંડક સુધી જબરદસ્ત રાજકીય હંગામો થયો હતો. સ્ટૂડન્ટ્સની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જેએનયુ ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. ત્યારે કેન્દ્રમાં સત્તાધારી ભાજપે રાહુલ ગાંધીની આકરી ટીકા કરીને કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રવિરોધી શક્તિઓને પ્રોત્સાહન આપી રહી છે.

તેવામાં કોંગ્રેસના કાર્યક્રમમાં જેએનયુ રાષ્ટ્રદ્રોહ મામલાના આરોપીઓનું વક્તા તરીકે સામેલ થવું રાહુલ ગાંધી પર રાજકીય હુમલા માટે ભાજપ માટે એક અવસર બની જવાની પણ શક્યતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code