1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દીવના નાગવા રોડ પર બે કાર સામસામે અથડાતા પિતા-પૂત્રના મોત
દીવના નાગવા રોડ પર બે કાર સામસામે અથડાતા પિતા-પૂત્રના મોત

દીવના નાગવા રોડ પર બે કાર સામસામે અથડાતા પિતા-પૂત્રના મોત

0
Social Share

ઊના, 18 મે 2026: Father and son die in head-on collision between two cars on Nagwa Road કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા રોડ પર રવિવારે રાત્રિના આશરે 11:00 વાગ્યાની આસપાસ પૂરપાટ ઝડપે આવી રહેલી સુરત પાસિંગની કારે સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારતાં મધ્યપ્રદેશના એક જ પરિવારના પિતા અને પુત્રના ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. જ્યારે મૃતકની પત્ની અને ભત્રીજાને ગંભીર ઈજાઓ પહોંચતાં બન્નેને સારવાર માટે ઊનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માત અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી પૃથ્વી હુનદરાજ વાધવાની (ઉં.વ. 50 )ના મોટાભાઈ ગિરધારીલાલે જૂનાગઢ નજીક તલની એક નવી ફેક્ટરી શરૂ કરી છે. આ શુભ પ્રસંગે હાજરી આપવા માટે પૃથ્વીભાઈ તેમના પરિવાર સાથે ગ્વાલિયરથી જૂનાગઢ આવ્યા હતા. ગતરોજ બપોરે ફેક્ટરીના પ્રસંગમાં હાજરી આપ્યા બાદ, બંને ભાઈ પોતાના પરિવાર સાથે દીવ ફરવા માટે નીકળ્યા હતા. દીવ ફર્યા બાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શને જવાના હતા.. રાત્રિના સમયે પરિવાર સ્વિમિંગ પૂલની મજા માણીને નાગવા નજીક આવેલી એક હોટેલમાં રાત્રિ ભોજન (ડિનર) માટે પોતાની કારમાં જઈ રહ્યો હતો. આ કારમાં પૃથ્વીભાઈ, તેમનો 16 વર્ષનો પુત્ર અનિકેત, પત્ની નીતુબેન અને ભત્રીજો ઓમેશ ગિરધારીભાઈ વાધવાની સવાર હતા. તેઓ જ્યારે નાગવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલી સુરત પાસિંગની કારે તેમની કારને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર અનિકેત પૃથ્વી વાધવાની અને તેના પિતા પૃથ્વી હુનદરાજ વાધવાનીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે નીતુબેન વાધવાની અને ભત્રીજા ઓમેશને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ઊનાની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માત સર્જનાર કારનો નંબર GJ-16-CH-3528 છે. RTO રેકોર્ડ અનુસાર આ કાર સુરતના યોગી ચોક, સ્વસ્તિક પ્લાઝા પાસે આવેલા ‘102 ક્રિષ્ના રો-હાઉસ’ના રહેવાસી મિહિર નામના વ્યક્તિની હોવાનું ખૂલ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code