1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાજપ દ્વારા નાણાના કોથળા ખૂલ્લા મુકીને તંત્રની મદદથી જીત મેળવી છેઃ શક્તિસિંહ
ભાજપ દ્વારા નાણાના કોથળા ખૂલ્લા મુકીને તંત્રની મદદથી જીત મેળવી છેઃ શક્તિસિંહ

ભાજપ દ્વારા નાણાના કોથળા ખૂલ્લા મુકીને તંત્રની મદદથી જીત મેળવી છેઃ શક્તિસિંહ

0
Social Share

ભાવનગર, 18 મે 2026: BJP has achieved victory with the help of the system  શહેરના ચિત્રા ખાતે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કોંગ્રેસ દ્વારા આભાર દર્શન તેમજ ચૂંટણી લડેલા ઉમેદવારોને પ્રશસ્તિ પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા પૈસાના કોથળા ખોલી કપટની રાજનીતિ કરી પોલીસનો દૂર ઉપયોગ કર્યો છે. નાના ઉમેદવારના પરિવારજનોને ડરાવી ભાજપ જીત મેળવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અપેક્ષાથી વિરુદ્ધ પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે માત્ર ચૂંટણી લડીને જીતી જવું એ જ નહીં સત્તાની માટે જ સંઘર્ષ નહીં સેવાની સાધના સાથે કામ કરતા રહેવાનો સંદેશ છે.

 ભાવનગરમાં ચિત્રા ખાતે કોંગ્રેસ દ્વારા સાંસદ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં આભાર દર્શન તેમજ ચૂંટણી લડેલા ઉમેદવારોને પ્રશસ્તિ પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાવનગર મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડેલા જીતેલા અને હારેલા તમામ ઉમેદવારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.  આ સંમેલનમમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સામે આકરા પ્રહારો કરાયા હતા. રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ દ્વારા પૈસાના કોથળા ખોલી કપટની રાજનીતિ કરી પોલીસનો દૂર ઉપયોગ કર્યો છે. નાના ઉમેદવારના પરિવારજનોને ડરાવી ભાજપ જીત મેળવે છે.

શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, હું સૌનો દિલથી આભાર માનું છું. ખૂબ વિશાળ સંખ્યામાં કોંગ્રેસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અપેક્ષા મુજબના પરિણામો નહીં પરંતુ અતિશય અપેક્ષાથી વિરુદ્ધ પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે માત્ર ચૂંટણી લડીને જીતી જવું એ જ નહીં સત્તાની માટે જ સંઘર્ષ નહીં સેવાની સાધના સાથે કામ કરતા રહેવાનો સંદેશ છે.

તેમણે ભાજપ સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તંત્રનો દુરુપયોગ આવો ક્યારેય નહોતો થયો એવો થયો હતો. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવી લેવા માટેના પ્રયત્નો, ખોટા કેસો કરાયા છે. આજે પણ એક વડોદરાના કોર્પોરેટરને જેલમાં નાખવામાં આવ્યા છે. આવા અત્યાચારો કે આવા પ્રકારની પદ્ધતિથી ઇતિહાસ સાક્ષી છે, અંગ્રેજો પણ આવું જ કરતા હતા એનું શાસન સલામત ન રહ્યું, ના કંસનું શાસન સલામત રહ્યું. આખરે લોકશાહીમાં લોક સેવા એ આખરી ધ્યેય હોવો જોઈએ. સત્તા મળે તો સેવાની સાધના કરવી જોઈએ, સત્તા મળે તો બાકીનો અવાજ દબાવીને અન્યાયી, ગેરકાયદે રીતે તંત્રના દુરુપયોગ આ ન થવા જોઈએ.

શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે.  હું આશા રાખું છું કે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષની સત્તા આવે તો એ સેવાની સાધના માટેની હશે. જે આજે સામાન્ય ગુજરાતીઓની તકલીફો છે, મોંઘવારી, બેરોજગારી, ખેડૂત પરેશાન, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ પડી ભાંગી અનેક પ્રકારે સામાન્ય ગુજરાતી તકલીફમાં, NEET હોય તો પેપર ફૂટે, ફિક્સ પગારનો કર્મચારી દુઃખી, કોન્ટ્રેક્ટ પદ્ધતિથી યુવાનોનું શોષણ, આ મુદ્દાઓ છે. અમે માત્ર નકારાત્મક નહીં, એક સકારાત્મક રાજનીતિના ભાગરૂપે એક પોઝિટિવ એજન્ડા સાથે આવતા દિવસોમાં આગળ વધીશું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code