નવી દિલ્હી, 13 ઓક્ટોબર 2026: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગીલ અને મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર શૈફાલી વર્માને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે. ભારતીય પુરુષ ટીમના કેપ્ટન ગીલે પાંચમીવાર આ સમ્માન હાંસલ કર્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગીલ ફરી એકવાર સપ્ટેમ્બર મહિનામાં પોતાના બેટનો પાવર બતાવ્યો છે. આઈસીસીએએ સપ્ટેમ્બર મહિનામાં ગીલનું આઈસીસી પ્લેયર ઓફ મંથના એવોર્ડથી સન્માનિત કર્યાં છે. આ એવોર્ડ મેળવવા માટે શુભમનને પોતાના નાનપણના મિત્ર અભિષક શર્મા અને ઝિમ્બાબ્બેના ઓલરાઉન્ડર સિકંદર રઝા સાથે હરીફાઈ કરી હતી. જ્યારથી આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવાનું શરૂ કર્યું છે ત્યારે ભારતના 11 ખેલાડીઓએ આ એવોર્ડ જીત્યો છે. આ 11 ખેલાડીઓમાં સૌથી વધારે પાંચ વાર આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ શુભમન ગીલે જીત્યો છે.
ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યરને બે-બે વાર આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે. જ્યારે ઋષભ પંત, અશ્વિન, ભુવનેશ્વર કુમાર, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, અભિષેક શર્મા અને સંજુ સેમસનને એક-એક વાર આ એવોર્ડ મળ્યો છે. વેસ્ટઈન્ડિઝ સામે રમાયેલી વન-ડે સિરીઝમાં સુંદર પ્રદર્શનને પગલે ગીલને આ એવોર્ડ મળ્યો છે. શુભમન ગીલે વેસ્ટ ઈન્ડીઝ સામેની રમાયેલી પ્રથમ બે વન-ડેમાં 333 રન બનાવ્યાં હતા. શુભમન ગીલ મેસ ક્રિકેટરોમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે મહિલા ક્રિકેટરોમાં આ સમ્માન ભારતની સ્ટાર ઓપનર શૈફાલી વર્માને મળ્યું છે.


