1. Home
  2. ગુજરાતી
  3. બોડીશેપ પ્રમાણે પરિધાન ધારણ કરવાથી આપને આપશે સ્ટાઈલિશન લૂક આપશે
બોડીશેપ પ્રમાણે પરિધાન ધારણ કરવાથી આપને આપશે સ્ટાઈલિશન લૂક આપશે

બોડીશેપ પ્રમાણે પરિધાન ધારણ કરવાથી આપને આપશે સ્ટાઈલિશન લૂક આપશે

0
Social Share

આજકાલ માર્કેટમાં આઉટફિટ્સની એટલી બધી વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે કે ઘણી વખત આપણે શું પહેરવું અને શું નહીં તે અંગે મૂંઝવણમાં પડી જઈએ છીએ. જેથી કપડાં પસંદ કરવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ જો તમે બોડીશેપ ફેશન અનુસાર કપડાં પસંદ કરો છો, તો તે તમારા દેખાવને અનુરૂપ થશે અને તમને સ્ટાઇલિશ, સ્માર્ટ અને લોકોથી અલગ પણ બનાવશે. તેથી, જ્યારે પણ તમે કપડાં ખરીદવા માટે સ્ટોર પર જાઓ, ત્યારે બોડીશેપને ધ્યાનમાં રાખીને કપડાની ખરીદી કરવી જોઈએ.

  • કપડાં ખરીદતી વખતે, શરીરના આકાર અને કપડાના ફેબ્રિકનું ધ્યાન રાખવું જોઈએ. જ્યોર્જેટ જેવા ફેબ્રિક્સ પહેરવા જોઈએ, કારણ કે તે શરીર પર ચોંટતા નથી અને પરફેક્ટ લુક પણ આપે છે.
  • જો તમારા હિપ્સનો વિસ્તાર મોટો છે અને તમને કોઈપણ કપડાં પસંદ નથી, તો તમારે એવું શર્ટ અથવા જેકેટ પહેરવું જોઈએ જે તમારા હિપ્સથી થોડું નીચે આવે. શરીરના ઉપરના ભાગ માટે હળવા રંગોના સહેજ ચુસ્ત કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. તમે ડાર્ક કલરનું ટ્રાઉઝર અને પેન્ટ પણ લોઅર હાફમાં પહેરી શકો છો. આ કપડા તમારી ઉપર સારી રીતે સૂટ થશે.
  • જે લોકોના ખભાનો આકાર ગોળાકાર (રાઉન્ડ બોડી શેપ) છે અને પેટનો ભાગ પણ ગોળ આકારનો છે તો આવા લોકોએ ફોર્મલ જેકેટ પહેરવા જોઈએ. શોલ્ડર પેડ હોવાને કારણે આવા જેકેટ્સ તમારા ખભાને સારો આકાર આપે છે અને તમારા વ્યક્તિત્વને નિખારે છે. આ તમને આકર્ષક દેખાવ પણ આપે છે.
  • જો કોઈ વ્યક્તિનો ત્રિકોણ બોડી શેપ હોય તો આવા લોકો એથ્લેટિક બોડીની શ્રેણીમાં આવે છે. તેમના ખભા પહોળા અને કમર નાની હોય છે. આવા લોકો હળવા શર્ટ અને જેકેટ પહેરી શકે છે. ક્લાસિક ફિટ સ્ટ્રેટ જીન્સ સ્કિન ફીટ જીન્સની સરખામણીમાં આકર્ષક લુક આપશે. આ સાથે તમે ફિટ પણ દેખાશો અને તમારો લુક સ્ટાઇલિશ પણ હશે.
  • લંબચોરસ બોડી શેપ ધરાવતા લોકોએ વર્ટિકલ સ્ટ્રાઇપ્સનો શર્ટ અને ડાર્ક કલરના ડેનિમ પહેરવા જોઈએ. ઓવરશર્ટ અને કાર્ડિગન પણ તમને આકર્ષક લુક આપી શકે છે. તમે લાઈનીંગવાળો શર્ટ પસંદ કરી શકો છો. મોટા ભૌમિતિક પ્રિન્ટવાળા સિંગલ-બ્રેસ્ટેડ બ્લેઝર અને ડબલ-બ્રેસ્ટેડ બ્લેઝરનો ઉપયોગ કરશો નહીં.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code