ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવથી યુએન ચીંતીત
દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયા ગુટારેસે બંને દેશ પોત-પોતાની સમસ્યાઓને લઈને ગંભિરતથી વાતચીત કરે તે ખુબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. બંને દેશ વચ્ચે કોઈ પણ પ્રકારનો સૈન્ય ટકરાવ થશે તો આખી દુનિયા માટે વિનાશકારી નિવડશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે જણાવ્યું હતું કે, નિયંત્રણ રેખા પર તણાવ ઘટાડવો ખુબ જ જરૂરી છે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિના સંદર્ભમાં ભારે સંયમ રાખવો જરૂરી છે. બંને દેશો એક સાથે આવે અને પોતાની સમસ્તા પર ઉંડાણપૂર્વક વાત કરે. તમામ બાબતોમાં માનવાધિકારનું સમ્માન થવું જોઈએ. બંને દેશો વચ્ચે કોઈ પણ સૈન્ય ટકરાવ બંને દેશો અને દુનિયા આખી માટે વિનાશકારી સાબિત થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી સિઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જેનો ભારતીય સેના તેની ભાષામાં જ જવાબ આપી રહી છે.


