1. Home
  2. revoinews
  3. અમદાવાદ શહેરમાં ગ્રીન મોબિલિટી અંતર્ગત 1000 AC ઇલેક્ટ્રિક બસોને મંજુરી મળી
અમદાવાદ શહેરમાં ગ્રીન મોબિલિટી અંતર્ગત 1000 AC ઇલેક્ટ્રિક બસોને મંજુરી મળી

અમદાવાદ શહેરમાં ગ્રીન મોબિલિટી અંતર્ગત 1000 AC ઇલેક્ટ્રિક બસોને મંજુરી મળી

0
Social Share

અમદાવાદ, 6 માર્ચ, 2026 – green mobility શહેરમાં પર્યાવરણને અનુકૂળ, આધુનિક અને ટકાઉ જાહેર પરિવહન સુવિધા પ્રદાન કરવા સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા તેની સંચાલિત સંસ્થાઓ AMTS અને BRTS દ્વારા ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા હાલમાં શહેરમાં કુલ ૩૫૦ બસો મારફતે જાહેર પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે જે પૈકી કુલ ૨૦૦ ઈલેક્ટ્રીક બસો કાર્યરત છે જેનો લાભ મુસાફરો લઇ રહ્યા છે. આગામી સમયમાં અન્ય નવી ૨૫૦ ઈલે બસો ચાલુ કરવામાં આવનાર છે તથા શહેરમાં BRTS બસોને સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક ફલીટ કરવા અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ઉજવાયો

આ ઉપરાંત ગ્રીન મોબિલિટી તરફ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિના ભાગરૂપ ભારત સરકારની PM E-DRIVE Scheme હેઠળ ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI), દ્વારા CESL ( Convergence Energy Services Ltd ) દેશના મોટાં શહેરો માટે સંયુક્ત ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરને કુલ 1000 બસો ફાળવવામાં આવી છે.

પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવામાં-

• નવી પેઢીની સંપૂર્ણ એ.સી. ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થશે
• ડેપો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ચાર્જિંગ સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે
• શહેરના હયાત અને નવા રૂટ પર ગ્રીન અને સ્વચ્છ પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે
• વાયુ પ્રદૂષણમાં અને અવાજ પ્રદૂષણમાં ઘટાડો થશે

રાજ્યના આ મુખ્ય શહેરમાં અગાઉથી જ ઇલેક્ટ્રિક બસોના સફળ સંચાલન માટે રાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન ધરાવે છે અને હવે PM E-DRIVE Schemeની વધુ 1000 નવી બસોના વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭ માં તબક્કાવાર ફલીટ સમાવેશ સાથે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ઉદાહરણરૂપ સેવાઓ આપવા સજ્જ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code