
‘મન કી બાત’નો 100મો એપિસોડ 30 એપ્રિલે થશે પ્રસારિત,PM મોદીએ કહ્યું- હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું
- ‘મન કી બાત’નો 100મો એપિસોડ
- 30 એપ્રિલે થશે પ્રસારિત
- હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું-PM મોદી
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે તેઓ 30 એપ્રિલે પ્રસારિત થનારા તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100મા એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ માસિક રેડિયો કાર્યક્રમ શરૂ કર્યો હતો.
દાદરા અને નગર હવેલીના સિલવાસા જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ નિમિત્તે આયોજિત જાહેર સભાને સંબોધતા મોદીએ કહ્યું, “આ વર્ષ ‘મિલેટસના વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. શ્રી અન્ન લોકોમાં લોકપ્રિય બની રહ્યું છે, પછી તે રાગીની મીઠી વાનગીઓ હોય કે ઈડલી. તે લોકપ્રિય વસ્તુ તરીકે વેચાઈ રહી છે અને તેના કારણે ખેડૂતોની આવક વધી રહી છે.
તેણે કહ્યું, “મેં મન કી બાતમાં શ્રી અન્ન વિશે ઘણી વાર ઉલ્લેખ કર્યો છે..તમે બધા જાણો છો કે રવિવારે મન કી બાત એક સદી પૂરી કરવા જઈ રહ્યો છે, તે તેનો 100મો એપિસોડ હશે.”મોદીએ કહ્યું, “મન કી બાત ભારતના લોકોની વિશેષતાઓને ઉજાગર કરવા અને દેશની વિશિષ્ટતાના વખાણ કરવા માટે આ ખૂબ જ સારું પ્લેટફોર્મ છે.” તેણે કહ્યું, “તમારી જેમ હું પણ 100મા એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.”