Site icon Revoi.in

વિમાન દૂર્ઘટનામાં 214 પ્રવાસી સિવાયના 11 મૃતદેહની ઓળખ થઈ શકી નથી

Social Share

અમદાવાદઃ શહેરમાં એરપોર્ટ નજીક ગઈ તા, 12મી જુનને ગુરૂવારે એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થતાં વિમાનમાં પ્રવાસ કરી રહેલા 230 પ્રવાસી અને સ્ક્રૂ મેમ્બર સહિત કૂલ 241ના મોત નિપજ્યા હતા. પ્લેન મેડિકલના વિદ્યાર્થીઓના મેસના બિલ્ડિંગ સાથે અથડાતા તબીબી વિદ્યાર્થીઓ સહિત કેટલાક લોકોના પણ મોત નિપજ્યા હતા. વિમાનના દૂર્ઘટનામાં માર્યા ગયેલાઓના ડીએનએ મેચ કરીને મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. વિમાનના તમામ પ્રવાસીઓની ઓળખ થઈ ગઈ છે. જ્યારે અન્ય 11 જેટલા મૃતકોની હજુ ઓળખ થઈ નથી. આથી મિસિંગ થયેલા લોકોની જાણ પોલીસને કરવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદના એરપોર્ટ નજીક બી.જે. મેડિકલ કોલેજ કેમ્પસમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટેની મેસના બિલ્ડિંગ સાથે વિમાન અથડાયું હતું. વિમાનમાં પ્રવાસીઓ ઉપરાંત અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા. વિમાનમાં 241 પ્રવાસીઓ સહિત કુલ 259 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પરંતુ, જેમની ઓળખ થઈ શકી નથી તેવા 11 લોકો બી. કે. કેમ્પસમાં આવેલા બહારના લોકો હોવાની મજબૂત આશંકા છે. પોલીસે જો કોઈને સ્વજનો લાપતા હોય તો જાણ કરવા અપીલ કરી છે. જો કે,  બે લોકો લાપતા હોવાની અરજી જ પોલીસને મળી છે. બીજી તરફ, તંત્રએ 11 મૃતકોની ઓળખ મેળવવા માટે સ્થાનિકોની પણ મદદ મેળવવા કાર્યવાહી આરંભી છે.

મળતી માહિતી પ્રમાણે એર ઈન્ડિયાનું વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. આ દરમિયાન હોસ્ટેલ સહિત આસપાસના વિસ્તારમાં પણ જાનહાની થઈ હતી. હવે સામે આવેલી વિગતો સિવાય વિમાનમાં પ્રવાસી સિવાયના 11 મૃતકો કોણ છે તે સવાલ થઈ રહ્યો છે. આ દરમિયાન માત્ર બે વ્યક્તિ લાપતા હોવાની ફરિયાદ દાખલ થઈ છે.  વિમાન દૂર્ઘટનામાં પ્રવાસીઓ સિવાય અન્ય લોકો પણ ભોગ બન્યા છે.  બીજી તરફ પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈના સ્વજન લાપતા હોય તો પોલીસને જાણ કરવામાં આવે. નોંધનીય છે કે બીજે કેમ્પસમાં 29 લોકોના વિમાન દુર્ઘટનાને કારણે મોત થયા હતા, જેમાં 11 લોકોની ઓળખ કરવાની બાકી છે.