1. Home
  2. ગુજરાતી
  3. ઓટો
  4. ભારતમાં 12,146 પબ્લિક ઇવી ચાર્જિંગ સ્ટેશન એક્ટિવ
ભારતમાં 12,146 પબ્લિક ઇવી ચાર્જિંગ સ્ટેશન એક્ટિવ

ભારતમાં 12,146 પબ્લિક ઇવી ચાર્જિંગ સ્ટેશન એક્ટિવ

0
Social Share

નવી દિલ્હીઃ ભારે ઉદ્યોગ મંત્રાલય (એમએચઆઈ) ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની સુવિધા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. ફેમ-II યોજનામાં અન્ય બાબતોની સાથે સાથે ઇવી વપરાશકર્તાઓમાં વિશ્વાસ પેદા કરવા માટે પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે સબસિડીના રૂપમાં નાણાકીય સહાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલ દેશમાં 12146 જેટલા ઈવી ચાર્જીંગ સ્ટેશન કાર્યરત છે. ઉપરાંત, વીજ મંત્રાલયે દેશમાં જાહેર ઇલેક્ટ્રિક વાહન (ઇવી) ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જમાવટને વેગ આપવા માટે અનેક પહેલ કરી છે.

1. ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માર્ગદર્શિકા અને ધોરણો જાન્યુઆરી, 2022માં જારી કરવામાં આવ્યા હતા, જેમાં નવેમ્બર, 2022 અને એપ્રિલ, 2023ના રોજ સુધારો કરવામાં આવ્યો છે. ઉપરોક્ત માર્ગદર્શિકાઓની વિસ્તૃત વિશેષતાઓ આ પ્રમાણે છે.

  • ઇલેક્ટ્રિક વાહનોના માલિકોને તેમના વર્તમાન વીજ જોડાણનો ઉપયોગ કરીને તેમના રહેઠાણ / ઓફિસોમાં તેમના ઇવી ચાર્જ કરવા સક્ષમ બનાવવું.
  • સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશનો માટે પ્રમોશનલ દરે જમીનની જોગવાઈ માટે મહેસૂલ વહેંચણી મોડેલ સૂચવવું.
  • નિયત સમયમર્યાદાની અંદર પબ્લિક ચાર્જિંગ સ્ટેશન (પીસીએસ)ને વીજળીનું જોડાણ પ્રદાન કરવું.
  • સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશનો માટે સિંગલ પાર્ટ ઇવી ટેરિફ નિર્ધારિત કરવી અને 31.03.2025 સુધી સપ્લાયની સરેરાશ કિંમત (એસીઓએસ)થી વધારે ન હોવી જોઈએ.
  • સોલાર અને નોન-સોલાર કલાક દરમિયાન પીસીએસ ખાતે ઇવીના સ્લો એસી ચાર્જિંગ માટે ઉપયોગમાં લેવાતી વીજળીના યુનિટ દીઠ અનુક્રમે રૂ.2.50 અને રૂ.3.50ની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત સોલાર અને નોન-સોલાર અવર્સ દરમિયાન પીસીએસ ખાતે ઇવીના ફાસ્ટ ચાર્જિંગ માટે ઉપયોગમાં લેવાતી વીજળીની યુનિટ દીઠ રૂ. 10/- અને રૂ. 12/- પ્રતિ યુનિટની ટોચમર્યાદા પણ નિર્ધારિત કરવામાં આવી છે.
  • ડિસ્કોમ કંપનીઓ દ્વારા જાહેર ચાર્જિંગ સ્ટેશનો (પીસીએસ)ને સૌર ઊર્જાના કલાકો દરમિયાન સપ્લાયનો સરેરાશ ખર્ચ (એસીઓએસ) અન્ય તમામ સમય દરમિયાન 20 ટકા રિબેટ અને 20 ટકા સરચાર્જ ધરાવવો પડશે.

ગ્રીન એનર્જી ઓપન એક્સેસ રૂલ્સ, 2022ને નોટિફાઇડ કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ અક્ષય ઊર્જાના સ્વીકારને વધુ વેગ આપવાનો છે, જેનો ઉદ્દેશ તમામ માટે વાજબી, ભરોસાપાત્ર, સ્થાયી અને હરિત ઊર્જાની સુલભતા સુનિશ્ચિત કરવાનો છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (ઇવી), ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિક રસોઈના ફાયદાઓ પર જાગૃતિ લાવવા માટે, વીજ મંત્રાલયે ફેબ્રુઆરી, 2021માં “ગો ઇલેક્ટ્રિક” અભિયાન પણ શરૂ કર્યું હતું.

NITI આયોગ તરફથી મળેલી માહિતી મુજબ, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત ઈલેક્ટ્રિક વાહનોની રચના, રનિંગ પેટર્ન, ટેરેન અને ભૂગોળ, શહેરીકરણ પેટર્ન અને ઈવી અને ચાર્જિંગ ઈક્વિપમેન્ટ્સની ટેકનોલોજી પર આધારિત છે. કારણ કે, આ તમામ પરિબળો હજુ પણ વિકસિત થઈ રહ્યા છે, ચોક્કસ સંખ્યામાં EV માટે જરૂરી ચાર્જિંગ પોઈન્ટ્સની સંખ્યા પર કોઈ વૈશ્વિક સર્વસંમતિ નથી. જરૂરિયાતને ગતિશીલ ગણવામાં આવે છે અને ઉપરોક્ત પરિબળોના આધારે, 20 EVs દીઠ 1 ચાર્જિંગ પોઈન્ટથી 150 EVs દીઠ 1 ચાર્જિંગ પોઈન્ટની વિશાળ શ્રેણીમાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code