નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું છે કે, તાજેતરનાં વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 1 લાખ 43 હજાર ગામડાંઓમાં 13 કરોડ 40 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા.
આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ 60 હજારથી વધુ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા, જેમાં આદિવાસી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું.
શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, સરકારનું પ્રાથમિક ધ્યાન ખેડૂતોની આવક વધારવાનું અને ભારતને વિશ્વ માટેનું ‘ફુડ બાસ્કેટ’ બનાવવાનું છે. તેમણે જણાવ્યું કે, આ અભિયાન અટકશે નહીં અને ખેડૂતોની સમસ્યાનાં નિરાકરણ માટે વૈજ્ઞાનિકો ખેતરની મુલાકાત લેતા રહેશે.