Site icon Revoi.in

અમદાવાદમાં 13 પીઆઈની આંતરિક બદલી કરી બહારથી આવેલા 54ને પોસ્ટિંગ અપાયું

Social Share

અમદાવાદ, 8 એપ્રિલ 2026: 13 PIs transferred internally and 54 posted from outside શહેર પોલીસ કમિશનર દ્વારા 13 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરીને બહાર ગામથી બદવી થઈને આવેલા 54 પોલીસ ઈન્સ્પેક્ટરોને જુદા જુદા સ્થળોએ પોસ્ટિંગ અપાયું છે. આમ શહેરમાં કુલ 67  પીઆઈની બદલી અને પોસ્ટિંગ આપવામાં આવ્યુ છે. પોલીસ કમિશનરે આ વખતે કોઈની પણ લાગવગ ન ચલાવીને તમામ પીઆઈને મેરીટને આધારે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ શહેરમાં 67 પીઆઈને પોસ્ટિંગમાં પોલીસ કમિશનર ઑફિસે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. અગાઉ જ્યારે પણ બદલીઓ થતી ત્યારે વચેટિયાઓ અને વગદાર રાજકીય નેતાઓની ભલામણોનો રાફડો ફાટતો હતો. જોકે, આ વખતે કમિશનર કચેરી દ્વારા કોઈ પણ ભલામણ કરનારને સ્પષ્ટ શબ્દોમાં સોરી કહી દેવામાં આવ્યું છે. કોઈ પણ વહીવટદારની ગોઠવણ આ વખતે ચાલી નથી. પોલીસ ઇન્સ્પેક્ટરોને પોસ્ટિંગ આપવા માટે આ વખતે ખાસ માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં અધિકારીએ અગાઉ કેવી કામગીરી કરી છે તે જોવામાં આવ્યું. ઉપરાંત અત્યાર સુધી મળેલા રિવોર્ડ્સ અને સર્વિસ દરમિયાનની વર્તણૂંક ધ્યાને લેવાઈ હતી. અધિકારીનો કોન્ફિડેન્શિયલ રિપોર્ટ ચેક કર્યા બાદ જ નિષ્પક્ષ રીતે પોસ્ટિંગ અપાયા છે. જે અધિકારીઓ અગાઉ કોઈ વિવાદમાં આવ્યા હોય અથવા જેમની કામગીરી નબળી રહી હોય, તેમને મહત્ત્વના પોલીસ સ્ટેશનોને બદલે કંટ્રોલ રૂમ કે ટ્રાફિક વિભાગ જેવા સાઇડ પોસ્ટિંગમાં મૂકવામાં આવ્યા છે. નારોલ, નરોડા, વટવા, બોડકદેવ અને નવરંગપુરા જેવા મહત્ત્વના પોલીસ મથકો જે અત્યાર સુધી ઇન્ચાર્જ પીઆઇથી ચાલતા હતા, ત્યાં હવે કાયમી પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે.

 સામાન્ય રીતે એવું જોવા મળતું કે, વચેટિયાઓ પોતાની પસંદગીના પીઆઈને ચોક્કસ સ્ટેશનમાં મૂકાવતા અને પછી પીઆઈએ તેમની મરજી મુજબ કામ કરવું પડતું. આ પ્રથાને કારણે પોલીસનું મનોબળ તૂટતું હતું. પરંતુ હવે યોગ્યતા મુજબ પોસ્ટિંગ મળતા પ્રમાણિક અધિકારીઓમાં ખુશીનો માહોલ છે.

Exit mobile version