
ગુજરાત કેડરના 14 IPS અધિકારી કેન્દ્રમાં DIG રેન્કમાં એમ્પેનલ્ડ થયાં
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટી તંત્રમાં ફેરફારો થઇ શક્યા નથી ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના 14 આઇપીએસ ઓફિસરોને ડીઆઇજી રેન્કમાં એમ્પેનલ્ડ કર્યા છે, એટલે કે આ ઓફિસરો ગમે ત્યારે સેન્ટ્રલ ડેપ્યુટેશન પર જઇ શકે છે.
ગુજરાતમાં પોલીસની બદલીઓ અને બઢતી વિલંબિત છે ત્યારે કેન્દ્ર સરકારે 2001 બેચના અધિકારી વિપુલ અગ્રવાલ અને 2004ની બેચના ડીએચ પરમારને એમ્પેનલ્ડ કર્યા છે. આ બન્ને ઓફિસરોનું પોસ્ટીંગ ગમે તે સમયે દિલ્હીમાં થઇ શકે છે એવી જ રીતે 2006 બેચના કુલ 12 અધિકારીઓ એવાં છે કે જેમણે એમ્પેનલ્ડ કરવામાં આવ્યા છે.
આ આઇપીએસ અધિકારીઓમાં પીએલ મલ, એન એન ચૌધરી, એમ કે નાયક, આર વી અન્સારી, નિલેશ જાડેજા, શરદ સિંઘલ અને આહિર બિપીનશંકર રાવનો સમાવેશ થાય છે. આ બેચના બીજા આઇપીએસ અધિકારી ચિરાગ કોરડિયા, એમએસ ભાભોર, આરપી પાંડોર અને કેએન ડામોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેઓ કેન્દ્રમાં ડીઆઇજી અથવા તો તેની સમકક્ષ રેન્કમાં એમ્પેનલ્ડ થયાં છે.
ગુજરાતમાં જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બઢતી અને બદલી પેન્ડીંગ છે ત્યારે આ 14 ઓફિસરોને સેન્ટ્રલ પ્રક્રિયામાં સમાવી લેવામાં આવ્યા છે