
અમદાવાદઃ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું હતું. આ આહવાનના પગલે ગુજરાત-રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજયના ત્રિભેટે આવેલા સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢ હીલ ખાતે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી અર્જુનરામ મેઘવાલે તિરંગાને લહેરાવી સલામી આપી હતી.
કેનદ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે આ પ્રસંગે માનગઢ હીલ ખાતે તિરંગાને લહેરાવ્યા બાદ જણાવ્યું હતું કે અહીં ગુરૂ ગોવિંદની ધૂણી, સંગ્રહાલય અને સ્મારક છે જે આદિવાસી માટે આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે. દેશની આઝાદીની ચળવળમાં આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત આપી હતી અને 1507 આદિવાસીઓએ તેમના પ્રાણોની આહૂતિ આપી તે સ્થાન આજે ઐતિહાસિક ધરોહર સમાન છે.
કેન્દ્રીય મંત્રી મેઘવાલે ગુરૂ ગોવિંદે આદિવાસીઓને ભકિત સાથે ભણતરનો મંત્ર બનાવી કુરિવાજો ત્યજીને સંસ્કારોનું સિંચન કરવાનું મોટું કામ કર્યું હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં હર ઘર તિરંગા એ કોઇ પક્ષ કે સરકારનો કાર્યક્રમ નહીં પણ દેશનો કાર્યક્રમ છે. આપણો દેશ અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે સૌ દેશવાસીઓ માટે તિરંગા યાત્રાએ દેશભક્તિનો અમૂલ્ય અવસર છે. આ અવસરે દેશના અને રાજયના પ્રત્યેક નાગરિકે ખભે-ખભો મિલાવીને દેશની પ્રગતિમાં સહભાગી થાય તે માટેનો આ કાર્યક્રમ હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રી મેઘવાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રએ ૭પ વર્ષમાં શું કર્યું તેનું વિશ્લેષણ કરી આગામી 25 વર્ષ પછી જયારે રાષ્ટ્ર આઝાદીની શતાબ્દી ઉજવશે ત્યારે આગામી વર્ષમાં દેશને વધુ ઉંચાઇએ લઇ જવા સંકલ્પથી સિધ્ધિ તરફ લઇ જવાનો સરકારે મંત્ર અપનાવ્યો હોવાનું કહ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજય મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરેએ સમગ્ર દેશમાં એક દેશભાવનાને ઉજાગર કરવા માટે સમગ્ર દેશના હર એક ક્ષેત્રના, હર એક સમાજના લોકો માં ભારતી’ નો જય જય કાર…થવાની સાથે માનગઢ હીલ જે ગુરૂ ગોવિંદના નેતૃત્વ હેઠળ આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત આપીને અહીં ધૂણી ધખાવી હતી.
તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ગુરૂ ગોવિંદે આદિવાસી શિક્ષણ સાથે સપ્તસૂત્રી કાર્યક્રમ આપી આદિવાસીઓને સંદેશો પાઠવ્યો હતો કે, મરો તો દેશ માટે અને જીવો તો ગામ માટે આ સૂત્રને સાથર્ક કરવા તેમને અપીલ કરી ઐતિહાસિક ધરોહર સમાન માનગઢ હીલને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે તેવી અપીલ કરી હતી.
આ પ્રસંગે ગુજરાત, રાજસ્થાનના સંગઠનના પદાધિકારીઓ, અગ્રણીઓ, સંતરામપુર મામલતદાર સંગાડા, સહિત રાજસ્થાન અને ગુજરાતના નાગરિકોના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.