Site icon Revoi.in

અમદાવાદમાં બીયુ વગરની 16 હોસ્પિટલ, 10 સ્કૂલો અને બે બેન્કવેટ હોલને સીલ કરાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં ઘણા બિલ્ડિંગોમાં બીયુ પરમિશન લીધેલી નથી. આથી બીયુ પરમિશન વિનાની બિલ્ડિંગોમાં હોસ્પિટલો, શાળાઓ વગેરે ચાલી રહ્યા છે. આથી મ્યુનિના અધિકારીઓએ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરીને બીયુ વગરની બિલ્ડંગો સામે સિલિંગની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં બિલ્ડિંગ યુઝ પરમિશન વિના ધમધમતી 16 હોસ્પિટલ, 2 બેન્ક્વેટ હોલ અને 10 શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરવામાં આવી હતી. એક જ દિવસમાં શહેરની 1200થી વધારે હોસ્પિટલોની ચકાસણી પણ મ્યુનિ. કોર્પોરેશને કરી હતી.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓએ શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં (બોપલ, જુહાપુરા, સરખેજ, સાઉથ બોપલ) બિલ્ડિંગો સામે  બીયુ પરમિશન ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સીલ કરાયેલી 16 હોસ્પિટલોમાંથી 10 હોસ્પિટલો માત્ર આ એક જ ઝોનમાં આવેલી છે. જેમાં નોસિન હોસ્પિટલ (જુહાપુરા), મુસ્કાન મેટરનિટી હોમ (જુહાપુરા), હેપિનેસ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલ (જુહાપુરા), મમતા હોસ્પિટલ (બોપલ), દ્વારકા હોસ્પિટલ (સાઉથ બોપલ) અને સફલ મલ્ટિસ્પેશિયાલિટી (બોપલ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સત્સંગી વિદ્યાલય (ઇન્ડિયા કોલોની), શાંતિ જુનિયર પ્રી સ્કૂલ (ઇન્ડિયા કોલોની), લિટલ મિલેનિયમ (ચાંદખેડા), જે.કે. સ્કૂલ (આંબલી) સહિત 10 જેટલી શાળાઓ/શૈક્ષણિક સંસ્થાઓને પણ બીયુ પરમિશનના અભાવે સીલ કરવામાં આવી હતી.

એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ અને શૈક્ષણિક સંકુલો સાથે ગેમિંગ ઝોનની પણ ચકાસણી ચાલી રહી છે અને આગામી દિવસોમાં તેમને પણ નોટિસો આપવામાં આવશે. તંત્રની આ કાર્યવાહી સ્પષ્ટ સંકેત આપે છે કે BU પરમિશન વિના ચાલતા એકમોને હવે કોઈ રાહત આપવામાં આવશે નહીં.

 

Exit mobile version