
ગુજરાતમાં નવી 162 સરકારી શાળા બનાવાશે
અમદાવાદઃ વિધાનસભામાં આજે સરકારે રાજ્યનું બજેટ રજુ કર્યું હતું. જેમાં તમામ ક્ષેત્રોને લઈને વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. રાજ્યમાં શિક્ષણના સ્તરમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યમાં આગામી એક વર્ષમાં નવી 162 સરકારી શાળાઓ બનાવવામાં આવશે.
રાજ્યમાં વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યની અનેક ખાનગી અને સરકારી સ્કૂલોમાં સ્માર્ટ ક્લાક રુમ મારફતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજ્યમાં સરકારી શાળાઓમાં 45 હજાર સ્માર્ટ ક્લાક રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 10 રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન શરુ કરવામાં આવશે.
રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવાના યોગ્ય ક્લાસરૂમ મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર જેટલા ઓરડા ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી સ્કૂલોમાં બે લાખ જેટલા કોમ્પ્યુટર આપવામાં આવશે. જેથી સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનું યોગ્ય શિક્ષણ મેળવી શકશે.