1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડની જોગવાઈ
અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડની જોગવાઈ

અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડની જોગવાઈ

0
Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ  21696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં ટાઉન પ્લાનિંગ અને બાંધકામ નિયમોના અમલીકરણ માટે કોમ્પ્યુટર આધારિત વ્યવસ્થા ગોઠવાશે. સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે 8634 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યના મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોના વાર્ષિક દેખરેખ અને નિભાવ (O&M) માટે 100 કરોડની જોગવાઈ કરાઈ છે. આવી જ રીતે  મોડલ ફાયર સ્ટેશનો વિકસાવવા તથા નવા સાધનોની ખરીદી, દેખરેખ અને નિભાવ, તાલીમ અને સતત ક્ષમતા વિકાસ તેમજ આધુનિકીકરણ માટે 69 કરોડ, શહેરી વિસ્તારોની કામગીરીમાં IT નો ઉપયોગ કરી તંત્રને સુદ્રઢ બનાવવા વિશેષ કેડરના વિસ્તરણ અને પુનઃરચના માટે  14 કરોડ, ઇ-નગર પોર્ટલને 2.0 સુધી સંવર્ધિત કરવા અને મ્યુનિસિપલ સેવાઓની પહોંચમાં સુધારો કરવા માટે 50 નવા શહેર નાગરિક કેન્દ્રોની સ્થાપના માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ 3041 કરોડ,  AMRUT 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે  2000 કરોડ, અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડ, 15માં નાણાપંચ અન્વયે શહેરી વિસ્તારના વિકાસ કાર્યો માટે 1349 કરોડ,  પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ શહેરી ગરીબોને ઘર આપવા માટે 1323 કરોડ, શહેરી વિસ્તારોને રેલ્વે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવરબ્રિજ/અંડર બ્રિજ બાંધવા માટે  550 કરોડ, સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત 2.0 હેઠળ પ્રવાહી અને ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે 545 કરોડ, નગરપાલિકાઓના વીજબીલ પ્રોત્સાહન નિધિ અંતર્ગત 124 કરોડ અને મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોને પુન: પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો દ્વારા સંચાલિત કરવા, એનર્જી ઓડિટ કરાવવા અને સંલગ્ન કામો માટે  150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code