નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે 2 ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શનધારકો માટે મોંઘવારી રાહત મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. તેમણે કહ્યું, આ વર્ષની પહેલી જાન્યુઆરીથી આ નિર્ણય અમલમાં આવશે. આના કારણે 48 લાખ 66 હજાર કેન્દ્રીય કર્મચારીઓ અને 66 લાખ 55 હજાર પેન્શનધારકોને લાભ થશે.
મોંઘવારી ભથ્થાને લઇ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો છે. વધારો 1 જાન્યુઆરી, 2025થી અમલી માનવામાં આવશે. કર્મચારી-પેન્શનરોને બે મહિનાનું એરિયર્સ પણ મળશે. ભથ્થામાં વધારાથી કરોડો કર્મચારીઓ, પેન્શનરોને ફાયદો થશે. આ વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ એક જાન્યુઆરી, 2025થી અમલી બનશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સ્તરના કરોડો કર્મચારીઓ અને પેન્શર્સને લાભ મળશે. જેથી જો બેઝિક પગાર રૂ. 50,000 હોય તો તેના પર હાલ રૂ. 26500 મોંઘવારી ભથ્થું મળતુ હતું. જેમાં હવે મોંઘવારી ભથ્થું 55 ટકા અર્થાત રૂ. 27500 મળશે. અર્થાત સરકારી કર્મચારીઓના પગારમાં રૂ. એક હજાર વધારો થશે. બેઝિક પગાર રૂ. 70000 પર મોંઘવારી ભથ્થું રૂ. 1400 વધશે. જ્યારે એક લાખના બેઝિક પગાર પર મહિને રૂ. બે હજારનો વધારો થયો છે.