1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. માંડવીમાં બની 207 ફુટ્સની લાકડાંની ક્રુઝ , દુબઈના શાહી પરિવારે આપ્યો હતો ઓર્ડર
માંડવીમાં બની 207 ફુટ્સની લાકડાંની ક્રુઝ , દુબઈના શાહી પરિવારે આપ્યો હતો ઓર્ડર

માંડવીમાં બની 207 ફુટ્સની લાકડાંની ક્રુઝ , દુબઈના શાહી પરિવારે આપ્યો હતો ઓર્ડર

0

ભૂજઃ માંડવીના દરિયાકિનારે એક લાકડાની બોટ 207 ફૂટની ક્રુઝ,  A380 એરબસ સાથે તૈયાર થઈને ઉભી છે. આ બોટ કદાચ અત્યાર સુધી બનાવવામાં આવેલી તમામ બોટમાં સૌથી લાંબી છે. માંડવીમાં છેલ્લા 400 વર્ષથી હાથથી વહાણ તૈયાર કરવામાં આવે છે અને માંડવીમાં તૈયાર કરવામાં આવેલા વહાણના વખાણ પણ થતા હોય છે. અને હવે આ જ માંડવીમાં સૌથી લાંબી બોટ તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

કચ્છનું માંડવી વહાણવટાની કળામાં અનેરૂ સ્થાન ધરાવે છે. અહીના સ્થાનિક કારીગરોએ રાત-દિવસ મહેનત કરીને લાકડાંની 207 ફુટની ક્રુઝ બનાવી છે.ત્રણ માળની આ વિશાળકાય બોટની લંબાઈ 18 ફૂટ છે. આ શાહી બોટ દુબઈની એક રોયલ ફેમિલી માટે તૈયાર કરવામાં આવી રહી છે. દુબઈના એક શાહી પરિવારે પોતાના ફિશિંગના શોખને પૂરો કરવા માટે આ શાનદાર વહાણ તૈયાર કરાવ્યું છે.

માંડવીમાં બોટ બનાવવાના કામના અનુભવી કારીગર ઈબ્રાહિમ મિસ્ત્રી જણાવ્યુ હતું  કે, અમને ઈબ્રાહિમ અબ્દુલ રઝાક ઉસ્તાદી તરફથી આ ફિશિંગ શિપ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. આ વિશાળકાય બોટ બનાવવા માટે અમને ત્રણ વર્ષનો સમય લાગ્યો અને 35 અન્ય કારીગરોની મદદ લેવામાં આવી હતી. હવે બોટ લગભગ બનીને તૈયાર છે અને એક મહિનામાં તે દુબઈ જવા રવાના થઈ જશે. જે લોકોએ ઓર્ડર આપ્યો છે તે દુબઈના શાહી પરિવારના લોકો છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બોટમાં આઠ અન્ય બોટનો સમાવેશ થઈ શકે છે. બોટ બનાવવા માટે મલેશિયા અને ઈન્ડોનેશિયાથી લગભગ 23,000 ક્યુબીક મીટર ઈમ્પોર્ટેડ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બોટની અંદર 9 રુમ છે જેમાં એસી પણ મૂકવામાં આવ્યા છે. આ ઓરડાઓમાં લગભગ 32 લોકો રહી શકે છે. જે માછલી પકડવામાં આવે તેને ફ્રેશ રાખવા માટે સ્ટોરરુમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.