1. Home
  2. ગુજરાતી
  3. અફ્ઘાનિસ્તાનને 22 દેશોએ આપી ધમકી, તાલિબાન માટે સૌથી મોટો પડકાર
અફ્ઘાનિસ્તાનને 22 દેશોએ આપી ધમકી, તાલિબાન માટે સૌથી મોટો પડકાર

અફ્ઘાનિસ્તાનને 22 દેશોએ આપી ધમકી, તાલિબાન માટે સૌથી મોટો પડકાર

0
Social Share
  • અફ્ઘાનિસ્તાનને મળી ધમકી
  • 22 દેશોએ આપી તાલિબાનને ચેતવણી
  • તાલિબાન માટે મોટો પડકાર

દિલ્લી: અફ્ઘાનિસ્તાનની સ્થિતિ લઈને હાલ સમગ્ર વિશ્વ ચિંતિત છે, તેની પાછળનું કારણ છે કે તાલિબાન ત્યાં તેમની મનમાની કરી રહ્યા છે અને માનવઅધિકારનું ઉલ્લંઘન બેફામ રીતે કરી રહ્યા છે. આ કારણોસર અફ્ઘાનિસ્તાન આર્થિક અને સામાજિક રીતે બંન્ને રીત પાછળ પડી ગયું છે. હવે તાલિબાનના આ ત્રાસથી કંટાળીને કેટલાક દેશોએ હવે અફ્ઘાનિસ્તાનના શાસક તાલિબાનને ધમકી આપી દીધી છે.

22 દેશોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે તાલિબાનની ઇસ્લામી સરકાર અગાઉની સરકારના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓને નિશાન ન બનાવવાના વાયદા પર કાયમ રહે. અમે નિરંકુશ હત્યાઓ અને લોકોના ગુમ થવાના અહેવાલોથી ચિંતિત છીએ.”

જો કે ઉલ્લેખનીય છે કે આ પહેલાં દાવો કરવામાં આવ્યો હતો કે, તાલિબાનના અત્યાર સુધીના શાસન દરમિયાન 100થી વધુ પૂર્વ સુરક્ષાકર્મીઓની હત્યા કરવામાં આવી છે. તાલિબાને ચાર મહિના પહેલાં જ અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. હ્યુમન રાઇટ્સ વૉચ દ્વારા એવા 47 સુરક્ષાજવાનોની માહિતી એકત્ર કરાઈ જેમણે 15 ઑગસ્ટથી 31 ઑક્ટોબર વચ્ચે તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કર્યું અથવા તો તાલિબાને તેમની હત્યા કરી હતી.

તાલિબાને અફઘાનિસ્તાનમાં શાસન સંભાળ્યા બાદ આશ્વાસન આપ્યું હતું કે પૂર્વ સરકારના કર્મચારીઓ અને સૈનિકોને કોઈ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડવામાં આવે. અમેરિકાએ એક નિવેદન જારી કર્યું છે, જેના પર બ્રિટન સહિત યુરોપિયન સંઘ અને અન્ય દેશોએ હસ્તાક્ષર કર્યા છે. આ દેશોએ અફઘાનિસ્તાનમાં થઈ રહેલી હત્યાઓ અને લોકોના ગુમ થવાના મામલાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને તેની તપાસની માગ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code