Site icon Revoi.in

ધોરાજી નજીક લકઝરી બસે પલટી ખાતા 22 પ્રવાસીઓ ઘવાયા, 6 ગંભીર

Social Share

રાજકોટ, 29 માર્ચ 2026: luxury bus overturns  જિલ્લાના ધોરાજી નજીક હાઈવે પર ધાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી જતાં બસમાં સવાર 25 પૈકી 19 પ્રવાસીઓનેનાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે 6  પ્રવાસીઓને ગંભીર રીતે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ધોરાજી નજીક હાઈવે પર પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસે પલટી ખાતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી ગયા હતા. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ, પુરુષો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. 19 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, 6 પ્રવાસીઓની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જેમાં બસ કાબુ ગુમાવતા રોડ પર બે મોટર સાયકલને પણ હડફેટે લીધી હતી ત્યાર બાદ બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 6 જેટલા મહિલા પુરુષોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને વધુ સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી જૂનાગઢ રિફર કરાયા છે.

અકસ્માતની જાણ થતાં જ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની ખબર પૂછી હતી. ધોરાજી પોલીસનો કાફલો, જેમાં એસ.પી. અને પી.આઈ. સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે, તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાવેલ્સના માલિકના નિવેદન મુજબ બસની એક્સલ ભાંગતા બસ પલટી મારી ગઈ હતી.

Exit mobile version