
ગુજરાતમાં ગરીબોને અપાતા સસ્તા અનાજના 23 ટકા સેમ્પલ ફેઈલ
અમદાવાદઃ ગુજરાતમાં ગરીબોને સસ્તા ભાવે અનાજ પુરુ પાડવામાં આવે છે. તેની ગુણવતા સામે અનેક વખત પ્રશ્ર્ન ઉઠયા છે. દરમિયાન ગુજરાતમાં છેલ્લા 7 મહીનામાં રેશનકાર્ડ ઉપર જે અનાજ પુરુ પડાયુ હતુ. તેના 24 ટકા સેમ્પલ નાપાસ થયા હોવાનું જાણવા મળે છે. ગરીબો તેમજ મધ્યાન ભોજન હેઠળ અપાતા અનાજ અને ફુડ ગ્રેઇન છે તેની સમયાંતરે પુરવઠા વિભાગ અને ડાયરેકટર ઓફ ફુડ સપ્લાય દ્વારા ચકાસણી કરવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પુરવઠા વિભાગ અને જાયરેક્ટર ઓફ ફુડ સપ્લાય દ્વારા 2880 જેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાંથી 691 જેટલા સેમ્પલ ફેઈલ થયા હોવાનું જાણવા મળે છે. 691 જેટલા સેમ્પલમાં અનાજ હલકી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સ્ટેટ સીવીલ સપ્લાય કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારના ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા દ્વારા આ અનાજ પુરુ પાડવામાં આવે છે તેમાં રાજય સરકાર ખાસ આગ્રહ રાખે છે કે જે ગરીબોને અનાજ આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગરીબોને દર મહિને સરકાર દ્વારા સસ્તા દરે અનાજ પુરુ પાડવામાં આવે છે. જો કે, રેશનીંગની દુકાનોમાં સરવર ડાઉનની અનેકવાર ફરિયાદો ઉઠે છે.