નવી દિલ્હીઃ પંજાબના ફાઝિલ્કામાં પંજાબ પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 27 પિસ્તોલ અને 470 જીવંત કારતૂસનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 2 સરહદ પારના હથિયારોના દાણચોરોને પકડી પાડવામાં આવ્યા છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો પાકિસ્તાનથી એક વિદેશી સંસ્થા દ્વારા લાવવામાં આવ્યા હતા અને પંજાબમાં ગુનાહિત ગેંગ દ્વારા તેનો ઉપયોગ કરવાનો હતો.
અમૃતસરમાં ગુપ્તચર તંત્ર દ્વારા ચલાવવામાં આવેલા અન્ય એક કાર્યવાહીમાં દાણચોરી કરતાં છ લોકોની એટલી જ પિસ્તોલ અને 5.75 લાખ રૂપિયાના હવાલા મની સાથે ધરપકડ કરવામાં આવી હતી.
સમગ્ર દાણચોરી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.